ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર: પોલીસકર્મીને લાફો મારનાર બીજેપી ધારસભ્ય વિરુદ્ધ FIR

Text To Speech
  • મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્ય સુનીલ કાંબેલે સીડી ઉતરતી વખતે સીડીની બાજુમાં ઉભેલા ઓન-ડ્યુટી પોલીસકર્મચારીને લાફો માર્યો, FIR દાખલ

મહારાષ્ટ્ર, 06 જાન્યુઆરી: મહારાષ્ટ્રના પુણે શહેરમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય સુનીલ કાંબલે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પુણે કેન્ટોન્મેન્ટ મતવિસ્તારના ધારાસભ્ય સુનિલ કાંબલે સસૂન જનરલ હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી નીચે આવતા સમયે ફરજ પરના કોન્સ્ટેબલને થપ્પડ મારતા જોવા મળ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈએ તેના અહેવાલમાં એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, ‘કોન્સ્ટેબલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સુનીલ કાંબલે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સસૂન જનરલ હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વાયરલ વીડિયોમાં બીજેપી ધારાસભ્ય સુનીલ કાંબલે કાર્યક્રમ બાદ સીડીઓ પરથી ઉતરતા જોવા મળી રહ્યા છે. અચાનક તે અટકી જાય છે અને તેની બાજુમાં ઉભેલા વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિડિયોમાં સુનીલ કાંબલ જે વ્યક્તિને થપ્પડ મારે છે તે બુંડાગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ હતો.

ધારાસભ્ય સુનિલ કાંબલે શું કહ્યું?

આરોપોને નકારી કાઢતા ભાજપના ધારાસભ્ય સુનીલ કાંબલેએ કહ્યું કે, ‘મેં કોઈ પર હુમલો કર્યો નથી. હું સીડી પરથી ઉતરી રહ્યો હતો ત્યારે કોઈ મારા રસ્તામાં આવ્યું, હું તેને ધક્કો મારીને આગળ વધ્યો.’

આ પણ વાંચો: PM મોદીના લક્ષદ્વીપ ફોટોશેસન પર મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ, કહ્યું- એકવાર મણિપુરની સ્થિતિ જુઓ

Back to top button