ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં વિધાનસભાના નાયબ સ્પીકર નરહરી ઝિરવલે ત્રીજા માળેથી પડતું મૂક્યું, જાળીમાં ફસાતા બચ્યો જીવ

Text To Speech

મુંબઈ, તા. 4 ઓક્ટોબરઃ મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથના ધારાસભ્ય અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલ મંત્રાલયના ત્રીજા માળેથી કૂદી પડ્યા હતા. નરહરી ઝિરવાલ છત પરથી કૂદીને સલામતી જાળીમાં ફસાઈ ગયા. ઝિરવાલ પછી, અન્ય કેટલાક આદિવાસી ધારાસભ્યો પણ કૂદી પડ્યા. જો કે નીચેની નેટને કારણે તમામનો જીવ બચી ગયો હતો. ઝિરવાલ એસટી ક્વોટા દ્વારા ધનગર સમાજને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સભ્ય છે.

આજે મહારાષ્ટ્રના આદિવાસી સમાજના ધારાસભ્યો આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય ઝિરવાલ મંત્રાલયના બીજા માળે લગાવવામાં આવેલી સુરક્ષા જાળી પર ઉતરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. હાલ પોલીસે ધારાસભ્યોને સુરક્ષા નેટ પરથી હટાવી લીધા છે.

ધારાસભ્યો તેમની જ સરકારના ફેંસલાનો કરી રહ્યા છે વિરોધ

ધારાસભ્યો શિંદે સરકાર તરફથી ધનગર સમાજને આપવામાં આવેલા એસટીના દરજ્જાનો વિરોધ કરી રહ્યા છે. આ ધારાસભ્યો તેમની જ સરકારના ફેંસલાનો વિરોધ કરી રહ્યા છે. ધનગર સમાજને અનામત ન મળે અને કાયદા અંતર્ગત નોકરીમાં ભરતીની માંગને લઈ ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી SITની રચના, આ 5 અધિકારી કરશે તપાસ

Back to top button