મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 1000ને પાર, 9 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોએ ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત થયા છે. 11 એપ્રિલે રાજ્યમાં 919 નવા કેસ નોંધાયા હતા. તો, કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 1,115 નવા કેસ નોંધાયા છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે રાજ્યમાં 328 કેસ નોંધાયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. રવિવારે કોરાનાના 788 કેસ નોંધાયા હતા. મુંબઈમાં દરરોજ 200થી વધુ કેસ મળ્યા બાદ BMC પણ સતર્ક થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ કોરોનાને લઈ મોટુ અપડેટ, 10-12 દિવસ સુધી વધી શકે છે કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 7,830 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,76,002 થઈ ગઈ છે. છેલ્લા 223 દિવસમાં ભારતમાં નોંધાયેલા દૈનિક કેસની આ સૌથી વધુ સંખ્યા છે. અગાઉ, ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ, દેશમાં કોરાનાના સૌથી વધુ 7,946 દૈનિક કેસ નોંધાયા હતા. તો, દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 40,215 થઈ ગઈ છે.