ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે કાર્યકરો જોડે ધોવડાવ્યા પગ, ભાજપે કહ્યું નવાબી માનસિકતા; પટોલે કરી સ્પષ્ટતા

  • મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર્યકરો તેમના પગ ધોઈ રહ્યા છે. ભાજપે તેને કોંગ્રેસની નવાબી રાજકુમારની માનસિકતા ગણાવી છે

મહારાષ્ટ્ર, 18 જૂન: મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે વિવાદમાં આવ્યા છે. વાસ્તવમાં, તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પટોલેના પગ પાર્ટી કાર્યકર્તાઓ ધોતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપે કહ્યું કે આ નવાબી માનસિકતા નથી તો બીજું શું છે.

સોમવારે પટોલે અકોલા જિલ્લાના વાડેગાંવમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. અહીં તેમણે સંત ગજાનન મહારાજના દર્શન કર્યા હતા, જ્યારે દર્શન કરવા જતા પટોળે કાદવમાંથી પસાર થવું પડ્યું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે એક કાર્યકર કારમાં બેઠેલા પટોલેના પગ ધોતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

અહીં જૂઓ વીડિયો:

 

ભાજપે શરમજનક વાત ગણાવી

ભાજપના મુંબઈ વિભાગના સોશિયલ મીડિયા X પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું કે, ‘કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે પણ કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી કાર્યકર્તાઓનું અપમાન કરે છે. શરમજનક વાત છે કે નાના પટોલે તેમના કાર્યકર જોડે તેમના પગ ધોવડાવ્યા, શું આ કોંગ્રેસની સંસ્કૃતિ છે.’

કોંગ્રેસ પાર્ટી અને નાના પટોલેએ આ ઘટના પર માફી માંગવી જોઈએ: શહેઝાદ પૂનાવાલા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આ ઘટનાને કોંગ્રેસની ‘નવાબી શાહજાદા’ માનસિકતા ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના કાર્યકરોનો ગુલામની જેમ ઉપયોગ કરે છે. કલ્પના કરો કે આજે જ્યારે તે સત્તામાં નથી ત્યારે તે જનતા સાથે આવું વર્તન કરે છે, જો તે સત્તામાં આવશે તો શું કરશે. શહજાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને નાના પટોલેએ આ ઘટના પર માફી માંગવી જોઈએ.

કાર્યકરતા માત્ર મારા પગ પર પાણી રેડી રહ્યો હતો: પટોલે

આ ઘટના અંગે સ્પષ્ટતા આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે હું ગઈકાલની ઘટના વિશે કંઈ છુપાવી રહ્યો નથી, તે (કાર્યકર) માત્ર મારા પગ પર પાણી રેડી રહ્યો હતો. સરકારે એક યોજના શરૂ કરી છે, દરેક ઘરમાં નળ, દરેક ઘરમાં પાણી, તેથી બહાર નળ નહોતા, નહીં તો હું એ જ નળના પાણીથી મારા પગ ધોઈ નાખોત.

આ પણ વાંચો: બિહારમાં કરોડોના ખર્ચે બનાવેલો પુલ તૂટી પડ્યો, જૂઓ વીડિયો

Back to top button