મહારાષ્ટ્ર : સીએમ અને ડેપ્યુટી સીએમે સોશિયલ મીડિયા પર બદલી ડીપી, સાવરકરનો મુદે્ ગરમાયુ રાજકારણ
- મહારાષ્ટ્રમાં સાવરકરના મુદે્ રાજકારણ ગરમાયું
- નેતાઓ લખ્યું, ‘હું સાવરકર છું’ અથવા ‘અમે બધા સાવરકર છીએ’
- વીર સાવરકરના સમર્થનમાં ‘ગૌરવ યાત્રા’ પહેલા નેતાઓએ કર્યા ડીપી ચેન્જ
મહારાષ્ટ્રમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓએ વીર સાવરકરના સમર્થનમાં ‘ગૌરવ યાત્રા’ પહેલા તેમના સોશિયલ મીડિયા પર ડીપીમાં વીર સાવરકરની તસ્વીર ચેન્જ કરી છે. નેતાઓએ ‘હું સાવરકર છું’ અથવા ‘અમે બધા સાવરકર છીએ’ એવું પણ લખ્યું હતું.
બીજેપી અને શિંદેના નેતૃત્વ વાળી શિવસેનાએ જાહેરાત કરી છે કે દેશ માટે સાવરકરના યોગદાનને સન્માનિત કરવા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમની વીર સાવરકર અંગે કરેલ ટીકાઓના જવાબના સ્વરુપે 30 માર્ચથી મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ, 5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો
મુખ્યમંત્રી એકનાથ શિન્દેએ કરી ટીકા
એકનાથ શિંદેએ તેમના સમર્થનમાં સોમવારે સાંજે તેમના ટ્વિટર ડીપીમાં સાવરકરની તસવીર બદલી હતી. આ પછી 28 માર્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સાવરકર જેવા વીરોના કારણે દેશને આઝાદી મળી છે. આ સાથે જ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું- સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનની હું નિંદા કરું છું. સાવરકરના સન્માનમાં અમે રાજ્યના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢીશું. આ યાત્રા દ્વારા શિવસેના શિંદે જૂથ સાવરકરના કાર્યો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે, સાથે જ સ્વાતંત્ર્ય સેનાની વિરુદ્ધ નિવેદનો આપનારા લોકો સામે કેસ નોંધવામાં આવશે.
શરદ પવારે કોંગ્રેસને પોતાનું વલણ નરમ રાખવા કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાવરકરની આકરી ટીકા કરવાના અંગે ગરમાયેલા માહોલ વચ્ચે હારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) ગઠબંધન નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારે આ મુદ્દે શિવસેનાને લઇને પોતાનુ વલણ નરમ રાખવા કોંગ્રેસને કહ્યું હતુ. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે કોંગ્રસ સાવરકરની ટીકા પર પોતાનું વલણ નરમ રાખવા સહમત છે. સાવરકર પર કરેલ ટીકાથી અમારી એનસીપી પાર્ટી અને શિવસેના વચ્ચે અસ્વસ્થતા પેદા કરી છે.
તેમજ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની તેમની વાતચીતમાં સાવરકરનો મુદો્ ઉઠયો હતો, જેમાં એમવીએ સાક્ષી પક્ષો વચ્ચે આ બાબતે વલણ નરમ રાખવા પર સર્વસંમતિ છે. તેમજ રાઉતે કહ્યું, ‘MVA જોડાણ અકબંધ છે. જો કોઈ એવું વિચારે છે કે MVA તૂટી જશે, તો તે ખોટો છે.
સોમવારે ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લેનારા બે નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પવારે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને સ્પષ્ટ કર્યું હતું કે સાવરકરને નિશાન બનાવવાથી MVAને કોઈ ફાયદો થશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.
ડિનરનો બહિષ્કાર
ખડગેએ સોમવારે સાંજે તેમના ઘરે તમામ વિરોધ પક્ષોના સાંસદો માટે ડિનરનું આયોજન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પુષ્ટિ કરી છે કે, વીર સાવરકરના અપમાનના મુદ્દે તેમની પાર્ટીના કોઈપણ નેતા ડિનરમાં હાજરી આપશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની સદસ્યતા ગુમાવ્યાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં માફી માંગવાના સવાલ પર કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માગતા નથી. તેમના આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું હતું. ખુદ ઉદ્ધવ ઠાકરે પણ રાહુલ ગાંધીને આ મામલે ચેતવણી આપી ચૂક્યા છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવવા કૃષિમંત્રીએ કરી જાહેરાત
સાવરકરનું અપમાન નહીં સાંખી લેવાય
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ સહિત અનેક પાર્ટીઓએ તેમનો વિરોધ કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ આ નિવેદનથી નારાજ છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ સાવરકરનું અપમાન કદાપી સાંખી નહીં લે. 14 વર્ષ સુધી તેમને જેલમાં અકલ્પનીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે
તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન લોકશાહીને બચાવવા માટે કરવામાં આવ્યું છે અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ જો તેમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી સાવરકરના મુદ્દા પર ચર્ચા કરશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છે.
આ પણ વાંચો : ઇન્દોરની 7 માળની હોટલમાં ભીષણ આગ , ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્કું કરાયા
રાહુલે માફી માંગવી જોઈએ નહીં તો હું FIR દાખલ કરીશ: રણજીત સાવરકર
સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે તે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ પાર્ટીએ વીર સાવરકરનું અપમાન કર્યું હોય. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે માફી માંગવાને બદલે તે આ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમના સહયોગી (કોંગ્રેસ) ખાસ કરીને રાહુલને સાવરકરનું અપમાન કરવા બદલ માફી માંગવા કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે પણ કોંગ્રેસના મુખપત્રમાં સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કંઈ કર્યું ન હતું.