મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: શિંદે જૂથ અને ભાજપના 18 સભ્યોએ લીધા શપથ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે એટલે કે મંગળવારે અંત આવ્યો છે. મહારાષ્ટ્રમાં શિંદે સરકારના મંત્રીઓ આજે શપથ લીધા છે. મહારાષ્ટ્રમાં 30 જૂને શિંદેએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. 18 ધારાસભ્યોને કેબિનેટમાં જગ્યા આપવામા આવી છે, જેમાંથી 9 ભાજપના તથા 9 શિંદે જૂથમાંથી સામેલ થયા છે. આ તમામ હાલમાં રાજભવન ખાતે શપથ લીધા છે.
Maharashtra Cabinet expansion | 18 ministers to be sworn in today at Raj Bhavan in Mumbai pic.twitter.com/1vUX6e2yoy
— ANI (@ANI) August 9, 2022
Shiv Sena MLAs Gulabrao Patil and Dadaji Dagadu Bhuse take oath as Maharashtra ministers at Raj Bhavan in Mumbai pic.twitter.com/jkpezoOE1d
— ANI (@ANI) August 9, 2022
મહારાષ્ટ્ર- કેબિનેટમાં 18 મંત્રીઓએ લીધા શપથ
1.રાધાકૃષ્ણ વિખે પાટિલ
2.સુધીર મૂનગંટીવાર
3.ચંદ્રાકાંત પાટિલ
4.વિજયકુમાર ગાવિત
5.ગિરિશ મહાજન
6.ગુલાબરાવ પાટીલ
7.દાદા ભૂસે
8.સુરેશ ખાંડે
9.સંદીપન ભુમરે
10.તાનાજી સાવંત
11.રવીન્દ્ર ચૌહાણ
12.ઉદય સામંત
13.અબ્દુલ સતાર
14.દીપક કેસરકર
15.શંભુરાજ દેસાઈ
16.મંગલપ્રભાત લોઢા
17.સંજય રાઠોડ
18.અતુલ સાવે