નેશનલ

મહારાષ્ટ્ર પેટાચૂંટણી: કસ્બા પેઠમાં ભાજપનો 28 વર્ષનો અજેય કિલ્લો કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકરે તોડી નાખ્યો

ભાજપનો ગઢ ગણાતી કસ્બા બેઠક પર આજે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી MVA ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકર 11,040 મતોથી જત મેળવી છે. ત્યારે ભાજપના પરંપરાગત મતવિસ્તારમાં કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકર ભાજપના હેમંત રાસનેને હરાવ્યા છે. લાંબા સમયથી ભાજપનો ગઢ ગણાતી કસ્બા બેઠક પર રવિન્દ્ર ધંગેકરની જીતથી MVAમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કસ્બા બેઠક પર રવિન્દ્ર ધાંગેકરની જીત

મહારાષ્ટ્રમાં વિધાનસભાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી જે પૈકી પુણેના કસ્બા પેટાચૂંટણીમાં MVA ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકર 11,040 મતોથી જીત મેળવતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. કસ્બા પેઠ પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ત્યારે આ સીટ પર મહાવિકાસ આઘાડીના ઉમેદવારરવિન્દ્ર ધંગેકરે 11,000 વોટથી જીત્યા છે. ભાજપના ગઢમાં કોંગ્રેસની આ ઐતિહાસિક જીત છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી પરંતુ 28 વર્ષ બાદ ભાજપને અહી હારનો સામનો કરવો પડ્યો છે.

મહારાષ્ટ્ર પેટાચૂંટણી -humdekhengenews

કસ્બા પેટાચૂંટણીમાં કુલ 50.06 ટકા મતદાન થયું

કસ્બા પેટાચૂંટણીમાં કુલ 50.06 ટકા મતદાન થયું હતું. અહીંથી બે લાખ 75 હજાર 679 મતદારોમાંથી 1 લાખ 38 હજાર 018 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી પહેલા જ રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા હતી કે કોંગ્રેસ ભાજપના ગઢ ગણાતી બેઠકો પર ગાબડું પાડશે. જે આજના પરિણામોમાં સાચું સાબિત થયું હતું.

રવિન્દ્ર ધંગેકર કોણ છે ?

કસ્બા બેઠક પરથી વિજેતા થયેલા રવિન્દ્ર ધંગેકરે છેલ્લા 25 વર્ષથી કસ્બા મતવિસ્તારના વિવિધ વોર્ડમાંથી ચૂંટાતા હતા. એટલા માટે અહીંના કેટલાક ભાગો સિવાય અન્ય તમામ વોર્ડમાં રવિન્દ્ર ધંગેકરનો ભારે દબદબો છે. આ સિવાય તેઓ સામાન્ય લોકોના નેતા તરીકે ઓળખાય છે. હેમંત રસાને અને રવિન્દ્ર ધંગેકર વચ્ચે રસાકસી ભરેલી ટક્કર જોવા મળી હતી.

રવિન્દ્ર ધંગેકર -humdekhengenews

2009ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યો હતો.

રવીન્દ્ર ધાંગેકર 2009ની વિધાનસભા ચૂંટણી કસ્બામાંથી તત્કાલિન ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર ગિરીશ બાપટ સામે નજીવા માર્જિનથી હારી ગયા હતા. ત્યારે ધાંગેકર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે હતા. રવિન્દ્ર ધંગેકર પાંચ વખતના કોર્પોરેટર બન્યા છે અને તેમણે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)માં શિવસેના અને MNSનું બે વખત પ્રતિનિધિત્વ કર્યું છે.

કોંગ્રેસે રવિન્દ્ર ધંગેકરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કસ્બા પેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસે રવિન્દ્ર ધંગેકરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ડિસેમ્બરમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય મુક્તા તિલકના અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી.

આ પણ વાંચો : નાગાલેન્ડના પ્રથમ મહિલા ધારાસભ્ય બનેલા હેકાની જાખાલુ કોણ છે ? જાણો તેમની સંઘર્ષ ગાથા

Back to top button