ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર: ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતાને મારી 4 ગોળી

  • વિવાદ ઉકેલવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ દલીલ ઉગ્ર બનતા ધારાસભ્યએ ગુસ્સોમાં કર્યો ગોળીબાર 

મુંબઈ, 3 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો, જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા. આ પછી પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા.

 

 

ઘાયલ નેતાની હાલત ગંભીર

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન બંને જૂથો વચ્ચેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને પોલીસ સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો.

 

આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ઉલ્લાસનગરની મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક બનતા બંને નેતાઓને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ પર કુલ ચાર ગોળી મારી હતી.

આરોપી MLAનો મોટો દાવો

અહેવાલો મુજબ, ગણેશ ગાયકવાડે જણાવ્યું હતું કે, આ ઘટના પર કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને કહ્યું કે, શિવસેના પ્રમુખના શાસનમાં ગુનાઓ વધ્યા છે. ગાયકવાડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, એકનાથ શિંદે ભાજપ સાથે ‘દગો’ કરશે.

 

ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, “એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને છેતર્યા અને તે જ રીતે ભાજપને છેતરવા જઈ રહ્યા છે. એકનાથ શિંદેએ મારી પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લીધા છે. આ ઘટના અંગે કોર્ટ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ”

પોલીસનું શું છે નિવેદન ?

ફાયરિંગની આ ઘટના પર ડીસીપી સુધાકર પઠારેએ કહ્યું કે, ‘મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થયો હતો અને તેઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. તે જ સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના માણસો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 લોકો ઘાયલ થયા છે. ઘટનાની તપાસ ચાલુ છે.

જમીન બાબતે ચાલી રહ્યો હતો વિવાદ

આ ઘટના બાદ મહેશ ગાયકવાડના સમર્થકો રોષે ભરાયા છે અને સમગ્ર હોસ્પિટલ તેમના સમર્થકોથી ભરેલી છે. મળતી માહિતી મુજબ, મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કોઈ વિવાદને કારણે બંને તેમના સમર્થકો સાથે હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન ગણપતે મહેશને ચાર ગોળી મારી હતી. આ દરમિયાન શિવસેનાના રાહુલ પાટીલને પણ ગોળી વાગી હતી. મહેશને પેટ અને અન્ય અંગોમાં ચાર ગોળી વાગી હતી. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

આ પણ જુઓ: ઝારખંડ : ફ્લોર ટેસ્ટ પૂર્વે નવી સરકારના તમામ MLA હૈદરાબાદ પહોંચ્યા

Back to top button