મહારાષ્ટ્રમાંથી ATSએ ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઝડપ્યા, જાણો શું મળ્યું
મુંબઈ, તા. 26 ડિસેમ્બર, 2024ઃ મહારાષ્ટ્ર ATSએ રાજ્યના ચાર શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા 17 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. એક વિશેષ અભિયાનના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. એટીએસએ સ્થાનિક પોલીસની મદદથી આ અઠવાડિયે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને નાસિક શહેરોમાં ઓપરેશન હાથ ધર્યું હતું.
ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પાસેથી શું મળ્યું?
પરવાનગી વિના ભારતમાં પ્રવેશ કરવા અને માન્ય દસ્તાવેજો વિના દેશમાં રહેવા બદલ 17 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં 14 પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. વિદેશી અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદા હેઠળ આરોપી સામે દસ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ, લાયસન્સ મળી આવ્યા હતા.
મહારાષ્ટ્ર એટીએસએ મુંબઈ, પૂણે, થાણે, નાસિક અને અન્ય કેટલાક શહેરોમાં દરોડા પાડ્યા હતા. મુંબઈ પોલીસની મદદથી વિશેષ અભિયાનના પગલે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન પછી મહારાષ્ટ્ર એટીએસને મોટી સફળતા મળી હતી. બાંગ્લાદેશીઓ કેટલા સમયથી રહેતા હતા, તેઓ કેવી રીતે આવ્યા અને કોણે બોગસ દસ્તાવેજ બનાવી આપ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ તાપીથી હરિદ્વાર ગંગા સ્નાન માટે ગયેલા પરિવારની નજર સમક્ષ જ પુત્રી-પુત્ર ડૂબી ગયા