ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ, PM મોદીએ કરી આ અપીલ

Text To Speech

મુંબઈ, તા. 20 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. શાસક ‘મહાયુતિ’ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (એમવીએ) સત્તામાં શાનદાર પુનરાગમનની આશા રાખી રહ્યું છે. વિધાનસભાની તમામ 288 બેઠકોની મતગણતરી 23 નવેમ્બરે થશે.

PM મોદીએ લોકોને કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.

મતદાન કરવું એ નાગરિકોની મૂળભૂત ફરજ છેઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને વિધાનસભા ચૂંટણી માટે એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. મતદાન મથકો પર જઈને ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ઘરે બેસીને રાહ ન જુઓ. આવો અને તમારા અનુકૂળ સમયે મતદાન કરો.

મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું હતું. લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોની ફરજ છે. દરેક નાગરિકે આ કરવું જોઈએ. હું ઉત્તરાખંડમાં હતો પણ ગઈ રાત્રે હું અહીં મત આપવા આવ્યો હતો. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ.”

Back to top button