Maharashtra: અજિત પવારને નાણા મંત્રાલય, NCPના વિભાગો પર પણ લાગી મહોર
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. શિવસેના, NCP (અજિત પવાર જૂથ) અને ભાજપ વચ્ચે મંત્રાલયોની વહેંચણી અંગે સમજૂતી થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણા અને યોજના વિભાગ સોંપવામાં આવ્યુ છે. જ્યારે છગન ભુજબળને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ અને ધનંજય મુંડેને કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે. અગાઉ કૃષિ મંત્રાલય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે હતું.
આરોગ્ય મંત્રી બન્યા હસન મુશરિફ
અજીત જૂથ વતી મંત્રી બનાવવામાં આવેલ અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું છે. જ્યારે હસન મુશરિફને આરોગ્ય અને શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યું છે. દિલીપ વાલસે પાટીલને સહકારીતા ખાતું મળ્યું છે. સંજય બનસોડેને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ મળ્યું છે. અનિલ ભાઈદાસને પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ મળ્યો છે.
આ પણ વાંચો: મુસ્લિમ મહિલાઓ UCC અંગે શું વિચારે છે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો