મહારાષ્ટ્ર: નાશિકના સિન્નર ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
- મહારાષ્ટ્રના નાસિકમાં સિન્નર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફેક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી, આગ બુઝાવવા માટે ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી
મહારાષ્ટ્ર, 2 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના નાસિક શહેરમાં શુક્રવારે સિન્નર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં લાગેલી આગના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુમાં લેવા અને તેને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
#WATCH महाराष्ट्र: नासिक के सिन्नर औद्योगिक क्षेत्र की एक फैक्ट्री में आग लग गई। मौके पर दमकल की गाड़ियां मौजूद हैं।
(सोर्स: पुलिस) pic.twitter.com/tvnxLDzGGn
— ANI_HindiNews (@AHindinews) February 2, 2024
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર
નાશિકના સિન્નાર સ્થિત ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ આગ આસપાસ સ્થિત અન્ય ફેક્ટરીઓ અને પરિસરમાં ફેલાઈ જવાનો ભય હતો, ત્યારબાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
શુક્રવારે બપોરે કારખાનામાં આગ લાગી હતી. આગ લાગવાની થોડી જ સણોમાં આગે વિકરાળ રુપ ધારણ કર્યું હતું અને કારખાનાનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની 6 ફાયર ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી.
ફેક્ટરી નજીકથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા
આગ લાગ્યા બાદ તરત જ ફેક્ટરીની આસપાસ રહેતા લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી.
આ પણ વાંચો: ખાખી વર્દીનો રોફ જમાવવાનું નકલી પોલીસને ભારે પડ્યું