મહારાષ્ટ્ર: 7 મહિનામાં 4872 નવજાત શિશુના મૃત્યુ, સરકારે જ આપ્યા આંકડા
- મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે નવજાત શિશુના 7 મહિનાનો મૃત્યુ આંક બહાર પાડ્યો.
- રાજ્યમાં છેલ્લા 7 મહિનામાં 4872થી વધુ નવજાત બાળકોના મૃત્યુ થયા.
- દરરોજ સરેરાશ 23 નવજાત બાળકોના મૃત્યુ થાય છે: સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંત
મહારાષ્ટ્ર, 20 ડિસેમ્બર: મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે ચોંકાવનારા સમાચાર આપ્યા છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સચિન કલ્યાણ શેટ્ટીના પ્રશ્નોના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે નવજાત શિશુના મૃત્યુના આંકડા આપ્યા છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં 4800 થી વધુ નવજાત બાળકોના મૃત્યુ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 4872 નવજાત બાળકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર જન્મના માત્ર 28 દિવસની હતી. તેમણે કહ્યું કે, દરરોજ સરેરાશ 23 બાળકોના મૃત્યુ થાય છે.
- મુંબઈ, થાણે, સોલાપુર, અકોલા અને નંદુરબાર એવા જિલ્લાઓમાં જ્યાં સૌથી વધુ બાળકોના મૃત્યુ થયા છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે 4,872 મૃત્યુમાંથી 16 ટકા એટલે કે 795 શિશુઓ શ્વાસની સમસ્યાને કારણે મૃત્યુ પામ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે શિશુઓની સારવાર માટે 52 કેન્દ્રો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ બીમાર બાળકોને સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ, ટેસ્ટ અને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવી છે.
નવજાત મૃત્યુદરમાં ઘટાડો, પરંતુ…
દેશમાં નવજાત મૃત્યુ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે 2019 માં 1000 માંથી 22 બાળકો મૃત્યુ પામ્તા હતા, જે 2020 માં ઘટીને 1000એ 20 થયો છે. એટલે કે ભારતમાં 2019માં દર 1000માંથી 22 બાળકો જન્મ પછી મૃત્યુ પામ્યા, 2020માં આ આંકડો ઘટીને 20 થયો છે.
- શિશુ મૃત્યુદર શહેરી વિસ્તારોમાં 1 હજારે 12 અને ગ્રામીણ વિસ્તારોમાં 1 હજારે 23 બાળકો મૃત્યુ પામે છે.
યુનિસેફના રિપોર્ટ અનુસાર વિશ્વમાં એક વર્ષમાં જન્મેલા કુલ 25 મિલિયન બાળકોમાંથી લગભગ પાંચમા ભાગનો જન્મ ભારતમાં થાય છે. આમાંથી એક બાળક દર મિનિટે મૃત્યુ પામે છે. રિપોર્ટ અનુસાર, 1990માં વિશ્વના નવજાત મૃત્યુમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ હતો, આજે તે એક ચતુર્થાંશથી પણ ઓછો છે. 1990 ની સરખામણીમાં, 2016 માં ભારતમાં દર મહિને આશરે 10 લાખ નવજાત મૃત્યુમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: દેશમાં કોરોનાએ ફરીવાર પગપેસારો કર્યો, બમણા કેસ નોંધાતા કેન્દ્ર સરકાર એલર્ટ