ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે ઈન્ડી ગઠબંધનની યોજાશે મહારેલી

  • દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે 28 જેટલા વિરોધ પક્ષો યોજશે મહારેલી
  • કોંગ્રેસે કહ્યું કે, ‘ભાજપ દેશની લોકશાહી સાથે રમત રમી રહી છે’

દિલ્હી, 30 માર્ચ: સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31 માર્ચે ઈન્ડી ગઠબંધન અને દેશભરમાંથી 28 અલગ-અલગ વિરોધ પક્ષો રામલીલા મેદાનમાં એક મંચ પર આવશે. ભારતના ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસે પણ કેટલીક શરતો સાથે આ રેલી માટે પરવાનગી આપી છે. આ રેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ EDની કાર્યવાહી અંગે છે. આ સાથે દેશના બે મુખ્યમંત્રીઓ હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવાના વિરોધમાં આ રેલીનું આયોજન કરવામાં આવશે. AAPએ આ રેલીમાં ભાગ લેવા માટે દેશભરની તમામ વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. આ રેલીને લઈને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે આ રેલી અસત્ય સામેની લડાઈમાં સત્યનો અરીસો બનશે.

કાલની રેલીને લોકશાહીના પરિપ્રેક્ષ્યથી જોવી જોઈએ: કોંગ્રેસ નેતા જયરામ રમેશ

આવતી કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડી ગઠબંધનની રેલી પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘આ રેલી 4-5 મુદ્દાઓ પર આયોજિત કરવામાં આવી છે. આપણે કેજરીવાલ, હેમંત સોરેન અને અન્ય ઘણા લોકોને પણ યાદ કરવા જોઈએ જેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આવતીકાલની રેલીને કોઈ એક પક્ષની રેલી તરીકે નહીં પણ લોકશાહીના પરિપ્રેક્ષ્યથી જોવી જોઈએ. આવતીકાલની રેલીમાં ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હાજર રહેશે.

AAP મંત્રી ગોપાલ રાયે ઈન્ડી ગઠબંધનની રેલી વિશે શું કહ્યું?

31 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘મહા રેલી’ની તૈયારીઓ પર AAP મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, ‘ઈન્ડી ગઠબંધનના નેતાઓ આવતીકાલે સવારે 10 વાગ્યે રામલીલા મેદાનમાં ‘મહા રેલી’માં હાજરી આપશે. સમગ્ર ભારતમાંથી વિપક્ષી નેતાઓ એજન્સીઓના નિશાના પર છે. આવતી કાલની રેલીમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, શરદ પવાર, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવ, બિહારના તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના ડેરેક ઓ બ્રાયન, ડીએમકેના સાંસદો, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને કલ્પના સોરેન પણ હાજરી આપશે. આ સિવાય ફારૂક અબ્દુલ્લા અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજરી આપશે.

રામલીલા મેદાનમાં આવતીકાલની રેલી પર પંજાબ સરકારના મંત્રી બલબીર સિંહે કહ્યું, ‘આ એક ઐતિહાસિક રેલી હશે. તેનો ઉદ્દેશ્ય સરમુખત્યારશાહીને દૂર કરવાનો અને દેશને બચાવવાનો રહેશે.’

આ પણ વાંચો: વિપક્ષમાંથી ભાજપમાં આવવા માટે વૉશિંગ મશીનનું કોંગ્રેસે આપ્યું ડેમોન્સટ્રેશન

Back to top button