‘મહારાગ્નિ’નું દમદાર ટીઝર રીલીઝ, 27 વર્ષ બાદ કાજોલ અને પ્રભુદેવા એકસાથે
- ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઑફ ક્વીન્સ’ના ટીઝરમાં પ્રભુદેવા તેની સાઉથ સ્ટાઈલમાં જબરદસ્ત દેખાઈ રહ્યા છે. તો કાજોલ ખૂંખાર અવતારમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે
28 મે, મુંબઈઃ તેલુગુ ફિલ્મ નિર્માતા ચરણ તેજ ઉપ્પલાપતિની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘મહારાગ્નિ’ વિશે ચર્ચાઓ ચાલી રહી છે . ફિલ્મમાં કાજોલ અને પ્રભુદેવા 27 વર્ષ બાદ પડદા પર જોવા મળશે. આ દરમિયાન ‘મહારાગ્નિ’નું અદ્ભુત ટીઝર આજે 28 મેના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં પહેલીવાર કાજોલનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
એક્શન સિક્વન્સમાં કાજોલ
ફિલ્મ ‘મહારાગ્નિઃ ક્વીન ઑફ ક્વીન્સ’ના ટીઝરમાં પ્રભુદેવા તેની સાઉથ સ્ટાઈલમાં જબરદસ્ત દેખાઈ રહ્યા છે. તો કાજોલ ખૂંખાર અવતારમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં દુર્ગા પંડાલ જોઈ શકાય છે, જેમાં કાજોલ દુશ્મનોને તલવાર અને ચાબુકથી મારતી જોવા મળે છે અને એક શક્તિશાળી ડાયલોગ બોલતી જોવા મળે છે, ‘સત્તા પૂછીને નહીં, છીનવીને લેવામાં આવે છે’. ટીઝરમાં અભિનેતા નસીરુદ્દીન શાહ પણ જોવા મળે છે.
View this post on Instagram
કાજોલના પતિ અને અભિનેતા અજય દેવગણે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે, જેના પર ચાહકો પણ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો કાજોલનો એક્શન અવતાર જોવા માટે ઉત્સાહિત છે.
27 વર્ષ પછી પ્રભુદેવા અને કાજોલ સ્ક્રીન પર જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, કાજોલ અને પ્રભુદેવા 27 વર્ષ પછી સ્ક્રીન શેર કરી રહ્યા છે. બંનેએ પહેલીવાર ફિલ્મ ‘સપને’ (1997)માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સુપરહિટ સાબિત થઈ જેણે 175 દિવસ સુધી સિનેમાઘરોમાં ધમાલ મચાવી. જ્યારે ‘મહારાગ્નિઃ ક્વીન ઓફ ક્વીન્સ’ ફિલ્મ નિર્માતા ચરણ તેજ ઉપ્પલાપતિની પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે.
આ પણ વાંચોઃ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે મુંબઈમાં ખરીદ્યું રૂ. 60 કરોડનું ઘર