અયોધ્યામાં ભાજપની હારના મુદ્દે મહંત રાજુ દાસે નારાજગી વ્યક્ત કરતાં તંત્રે તેમની સલામતી હટાવી દીધી
- મંત્રી સૂર્ય પ્રતાપી શાહીની સામે મહંત રાજુ દાસ અને DM વચ્ચે થઈ દલીલબાજી
અયોધ્યા, 22 જૂન: અયોધ્યામાં લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વિવાદો શરૂ થઈ ગયા છે. અયોધ્યામાં યોગી સરકારના મંત્રીની સામે મહંત રાજુ દાસ અને હનુમાનગઢીના DM વચ્ચે થયેલી દલીલ બાદ તેમની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ મહંત રાજુ દાસે સ્થાનિક વહીવટીતંત્ર પર ઘણા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અમારી સુરક્ષા હટાવવી દુઃખદ છે અને મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.
अयोध्या डीएम ने संतों के साथ अभद्रता किया और अयोध्या चुनाव हराया https://t.co/if0PkcKXNS
— Raju Das Hanumangadhi Ayodhya, मोदी का परिवार (@rajudasji99) June 21, 2024
મહંતે ચૂંટણી હારવા માટે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા, જે બાદ તેમનો DM સાથે વિવાદ થઈ ગયો હતો. ત્યારબાદ મહંત રાજુ દાસે કહ્યું કે, ‘અયોધ્યામાં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ વિવિધ બાબતો બહાર આવવા લાગી છે, અમે આ અંગે અમારા કાર્યકર્તાઓની વાત રજૂ કરી, કોઈ વિવાદ થયો નથી.’ તેમણે કહ્યું કે, ‘પ્રભારી મંત્રી સૂર્ય પ્રતાપી શાહી આવ્યા હતા અને તેમની સાથે જ વાત થઈ રહી હતી. અયોધ્યા હાર્યા બાદ દુઃખ અને પીડા થઈ છે. 32 હજાર કરોડનું બજેટ અને ભવ્ય રામ મંદિર પછી પણ ચૂંટણી હારવાનું દુઃખ છે.
રાજુ દાસે કહ્યું, આ વાતચીતને લઈને ઘણી ચર્ચા થઈ અને આ દરમિયાન અધિકારી સાથે વાદ-વિવાદ થયો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અધિકારીઓ વાતચીત દરમિયાન ઊભા થઈને ચાલ્યા ગયા તો તેમણે કહ્યું કે, હું આ અંગે કોઈ ટિપ્પણી કરીશ નહીં, તેના પર ફક્ત પોલીસ અધિકારી અથવા જિલ્લાના DM જ વાત કરી શકે છે.
ચૂંટણી વખતે મકાન ખાલી કરવાની નોટિસ આપવી યોગ્ય નથીઃ મહંત રાજુ દાસ
અધિકારીઓના કારણે ચૂંટણી હારવાના મુદ્દે મતભેદ હતા? એવા પ્રશ્નના જવાબમાં મહંત રાજુ દાસે જણાવ્યું હતું કે, ‘જ્યારે આચારસંહિતા અમલમાં હતી અને મારા વિસ્તારમાં એક મહિનામાં ચૂંટણી હતી, ત્યારે લોકોને તેમના ઘર ખાલી કરવા અથવા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી જે યોગ્ય નથી. આ બાબતોને ધ્યાને લઈને અયોધ્યાના લોકોના મનમાં ભાજપ વિરુદ્ધ લાગણી જન્મી જેના કારણે તેઓ અમારી સાથે જોડાઈ શક્યા નહીં, તો તે અધિકારીઓ અને પ્રશાસનની જવાબદારી હતી.
DM પ્રજાના સેવક છે, રાજા નથીઃ મહંત
મહંત રાજુ દાસે કહ્યું કે, ‘જ્યાં સુધી મારા શબ્દોનો સવાલ છે, લોકશાહીમાં આવા શિક્ષિત IAS-PCS અધિકારીઓને અમારી વાતનું ખરાબ ન લાગવું જોઈએ. શું અમે કોઈવાત કહી પણ નથી શકતા? રજૂ પણ નથી કરી શકતા? શું લોકશાહીમાં મને એટલો પણ અધિકાર નથી કે હું કહી શકું કે ડીએમ સાહેબ, આ કામ યોગ્ય રીતે થઈ રહ્યું નથી, જનતાના હિત માટે તેમાં ફેરફાર કરો? આ લોકશાહી છે, તમે રાજા નથી. અહીં કોઈ રાજાશાહી વ્યવસ્થા નથી. લોકશાહીમાં પ્રજા જ રાજા છે અને તમે સેવક છો. જનતા આ સમસ્યાનો સામનો કરી રહી છે તે સાંભળવા પણ તમે તૈયાર નથી, મહેરબાની કરીને આ વિસ્તાર તરફ ધ્યાન આપો. મેં આ વાત કહી તો તંત્ર નારાજ થઈ ગયું અને અમે ગુનેગાર બની ગયા.”
જો મને કંઈ થશે તો તેની જવાબદારી પ્રશાસનની છે: મહંદ રાજુ દાસ
મહંતે વધુમાં કહ્યું કે, ‘અમે હિન્દુત્વ માટે કામ કરીએ છીએ, અમે મોદીજી માટે કામ કરીએ છીએ, અમે યોગીજી માટે કામ કરીએ છીએ, જો આ તેની સજા છે તો અમને કોઈ વાંધો નથી, મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અધિકારીઓ પણ સપાની પાર્ટી બનીને કામ કરે તો કોઈ વાંધો નથી.’ તેમની સુરક્ષા અંગે તેમણે કહ્યું કે, જો જિલ્લા વહીવટીતંત્ર સાંભળતું નથી તો વરિષ્ઠ અધિકારીઓએ તેની નોંધ લેવી જોઈએ. તેમણે કહ્યું કે, ‘મને ખ્યાલ નહોતો કે વહીવટીતંત્ર આવો બદલો લેશે, કારણ કે લોકશાહીમાં પ્રશ્નો તો પૂછવા પડે ને?’
આ પણ જુઓ: હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સ્વિટ્ઝર્લેન્ડમાં કેદની સજા, ઘરના નોકરોના શોષણનો આરોપ