અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મળી આ મોટી જવાબદારી
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો પર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી ત્યારે હવે અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને સોંપવામા આવી છે.
મહંત દિલીપદાસજી મહારાજને મળી મોટી જવાબદારી
અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે.
સંત સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય
પ્રાપ્ત જાણકારી મુજબ આજે જગન્નાથ મંદિરમાં સંત સમાજની મહત્વની બેઠક મળી હતી જેમાં આનંદ રાજેન્દ્રગિરી, ચૈતન્ય શંભુ મહારાજ તેમજ મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસ સાથે રાજચંદ્રદાસ, રામમનોહર દાસ બેઠકમાં હાજર હતા.રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસ મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષની નિમણૂંક કરવામા આવી છે.
આ પણ વાંચો : BREAKING NEWS : કચ્છમાં પાલિકા પ્રમુખ પર હુમલો…!