ટ્રેન્ડિંગધર્મનેશનલમહાકુંભ 2025મીડિયા

મહાકુંભ 2025/ આજે પ્રથમ અમૃત સ્નાન, જાણો તેનું મહત્ત્વ

Text To Speech

પ્રયાગરાજ, 14 જાન્યુઆરી 2025 : પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના શુભદિને ભજન-કીર્તન તથા જયઘોષ સાથે શરૂ થયેલાં મહાકુંભ 2025માં આજે પ્રથમ અમૃત સ્નાન છે. મકર સંક્રાંતિના શુભ અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. જેને ‘અમૃત સ્નાન’ પણ કહેવામાં આવે છે. આ મહાકુંભ 12 વર્ષો પછી આયોજિત કરવામાં આવી રહ્યો છે. જો કે, સંતોનો દાવો છે કે, આ આયોજન માટે 144 વર્ષો પછી એક ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે. જે મંથન દરમિયાન બન્યુ હતું.

સંત-મહંતોએ ડૂબકી લગાવી

મકર સંક્રાંતિના આ શુભ અવસર પર ધર્મગુરૂ સ્વામી કૈલાશાનંદ ગિરિએ મહાકુંભ 2025ના અગાઉ અમૃત સ્નાન માટે સરઘસનું નેતૃત્વ પણ કર્યું હતું. સનાતન ધર્મના 13 અખાડોના સાધુ-સંત આજે ગંગા, યમુના તથા સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં એક-એક કરીને ડૂબકી લગાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

 

અમૃત સ્નાનનું મહત્ત્વ

કુંભ કે મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા કોઈપણ અમૃત સ્નાન અત્યંત ફળદાયી તથા શુભ માનવામાં આવે છે. કુંભ મેળામાં અમૃત સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું અમૃત સ્નાન પિતૃઓની શાંતિ તથા મુક્તિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 12 વર્ષો બાદ આયોજિત થતો મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસો સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં 45 કરોડથી વધારે શ્રદ્ધાળુઓની પહોંચશે તેવી આશા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અનુસાર, આ વખતે મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી માટે 6 ટીમની જાહેરાત, ભારત-પાકિસ્તાનની હજુ રાહ, જુઓ સ્ક્વોડ

Back to top button