મહાકુંભમાં મહારેકોર્ડ: 60 કરોડ લોકોએ કર્યું પવિત્ર સ્નાન


પ્રયાગરાજ, 22 ફેબ્રુઆરી: 2025: વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. આજે મહાકુંભનો 41મો દિવસ છે. મેળાના માત્ર હવે 4 દિવસ બાકી છે. શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 71.18 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 60.02 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે.
પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 60 કરોડને પાર પહોંચી ગઈ છે. શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 71 લાખ 18 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરાત્રિ પર છે. સીએમ યોગી આજે નવ કલાક મહાકુંભમાં રહેશે. મહાશિવરાત્રી સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે. નડ્ડા સંગમમાં સ્નાન કરશે.
વીકેન્ડ પર, પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે. લોકોને 500 મીટરનું અંતર કાપવામાં લગભગ બે થી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 13 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દેશની અડધી વસ્તીએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને સ્નાન કર્યું છે.
મહાકુંભનું છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ છે. આવી સ્થિતિમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસે રેકોર્ડ બની શકે છે. આ દાવો એટલા માટે પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે જો આપણે અત્યાર સુધીના મુખ્ય સ્નાન ઉત્સવો પર નજર કરીએ તો 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે 1 કરોડ 70 લાખ લોકો આવ્યા હતા.
આ પણ વાંચો..મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો અને ફોટો વાયરલ કરનાર સામે કાર્યવાહી, FIR દાખલ