ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025મીડિયા

Video/ મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પવિત્ર સંગમમાં ડુબકી લગાવી

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   દેશના પ્રથમ નાગરિક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સોમવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચ્યા અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. રાષ્ટ્રપતિનું સ્વાગત રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. આ પછી તઓ સંગમ વિસ્તારમાં પહોંચ્યા. તેઓએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાનો ડૂબકી લગાવીને સનાતન શ્રદ્ધાને મજબૂત પાયો આપ્યો. દેશના પ્રથમ નાગરિકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી તે ઐતિહાસિક ક્ષણ લોકોએ જોઈ. રાષ્ટ્રપતિ આજે આઠ કલાકથી વધુ સમય માટે સંગમ શહેરમાં રહેશે.

પવિત્ર સ્નાન કર્યા પછી, તેમણે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન સંગમ પર ઉભા રહીને પ્રાર્થના પણ કરી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રૌપદી મુર્મુ સાથે સંગમ પહોંચ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

રાષ્ટ્રપતિ ભવન દ્વારા અગાઉ જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પવિત્ર સ્નાન પછી રાષ્ટ્રપતિ મુર્મુ અક્ષયવત અને હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. નિવેદનમાં જણાવાયું છે કે”તે ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે”

ઉલ્લેખનીય છે કે ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો ભવ્ય મહા કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં દેશ અને દુનિયાભરના ભક્તો આવે છે. આ ઉત્સવ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે.

આ પણ વાંચો : Whatsapp વપરાશકર્તાઓ માટે RBIની મહત્વપૂર્ણ ચેતવણી, જાણો શું છે

ગજબ કહેવાય! 4 કલાક સુધી શ્રીલંકામાં અંધારપટ છવાયો, એક વાનરે તાંડવ મચાવ્યો

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મહાકુંભમાં ડુબકી લગાવી, વ્યવસ્થા જોઈ યોગી સરકારના કર્યા ભરપૂર વખાણ

હાથ જોડીને વિનંતી છે કે મહાકુંભમાં ન આવો: મધ્ય પ્રદેશ પોલીસે 300 કિમી દૂરથી લોકોને કરી અપીલ

Back to top button