ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહાકુંભ રેલવેને ફળ્યો, અમદાવાદ ડિવિઝનની આવક જાણી રહેશો દંગ

Text To Speech
  • અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન શરૂ
  • મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ
  • અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક

પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે.

રેલવે અમદાવાદ ડિવિઝનની આવકનું સરવૈયું

મહિનો           મુસાફર          કુલ આવક (કરોડ)
નવેમ્બર          18.72 લાખ      167.62 કરોડ
ડિસેમ્બર         19.91 લાખ      175.29 કરોડ
જાન્યુઆરી       20.56 લાખ      186.45 કરોડ

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ

આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.

Back to top button