મહાકુંભ 2025ને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય: તમામ VIP પાસ રદ કર્યા, મેળામાં નહીં જઈ શકે ગાડીઓ
પ્રયાગરાજ, 30 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે થયેલી ભાગદોડ બાદ હવે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને 90થી વધારે લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક સમિતિથી તપાસ કરાવાના આદેશ આપ્યા છે. સાથે જ પોલીસ ઈન્કવાયરી પણ શરુ કરી દીધી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 25-25 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં ગાડીઓની એન્ટ્રી પર રોક લગાવી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ દુર્ઘટના બાદ સ્થિતિને કાબૂમાં કરવા માટે તરત એક્શન લીધી છે. તેમણે મેળા ક્ષેત્રમાં આવતી જતી ગાડીઓ પર પ્રતિબંધ લગાવવા અને વીઆઈપી પાસ કરવાના નિર્દેશ આપ્યા છે. 4 ફેબ્રુઆરી સુધી શ્રદ્ધાળુઓ ચાલતા જ સંગમ સુધી જવાની પરવાનગી આપી છે. પ્રયાગરાજ શહેરમાં પણ ફોર વ્હીલર્સ ગાડીની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. શહેરમાં ફક્ત બાઈક, એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓને જવાની પણ મંજૂરી હશે. સાથે જ મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન ઘોષિત કરી દીધો છે.
દુર્ઘટનાના કારણોની તપાસ માટે નિર્દેશ
સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે નિર્દેશ આપી દીધા છે. પ્રારંભિક રિપોર્ટ અનુસાર, મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાનના કારણે પાંટૂન બ્રિજ બંધ કરી દીધા હતા. જેનાથી ભારે ભીડ સંગમ પર એકઠી થઈ ગઈ હતી. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિક રસ્તો એક જ હોવાના કારણે ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. પ્રશાસનહવે આ સમાસ્યાના સમાધાન માટે ઠોસ કદમ ઉઠાવી રહી છે અને મેળા ક્ષેત્રમાં વ્યવસ્થા બદલી રહી છે.
મેળા ક્ષેત્રની અંદર વન વે થયો રસ્તો
મૌની અમાવસ્યાની દુર્ઘટનામાંથી સબક લેતા સરકારે મેળા ક્ષેત્રની અંદરનો રસ્તો વન વે કરી દીધો છે. હવે શ્રદ્ધાળુઓને સ્નાન બાદ બીજા રસ્તેથી પાછા મોકલવામાં આવશે. આ ઉપરાંત પ્રયાગરાજમાં આવતા 8 મુખ્ય બોર્ડરને બંધ કરી દીધી છે. જેનાથી ભીડ કાબૂ કરવામાં મદદ મળશે. આ એક્શન દ્વારા પ્રશાસન એ ખાતરી કરવા માગે છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય.
આ પણ વાંચો: મહાકુંભમાં ભાગદોડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ જાહેરહિતની અરજી, જાણો શું માગ છે?