મહાકુંભ 2025: પ્રયાગરાજમાં યોગી કેબિનેટની આજે બેઠક, 54 મંત્રીઓ સાથે સંગમમાં ડુબકી લગાવશે


પ્રયાગરાજ, 22 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પોતાના મંત્રીમંડળ સાથે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આજે પ્રયાગરાજમાં જ યૂપી કેબિનેટની બેઠક યોજાશે. જે બપોરે 12 વાગ્યાથી શરુ થશે. આ બેઠકમાં 12થી વધારે પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના તમામ 54 મંત્રી સંગમમાં ડુબકી લગાવશે અને મા ગંગાની પૂજા અર્ચના કરશે.
આ વખતે શ્રદ્ધાળુઓેની સુવિધાને ધ્યાનમાં રાખતા અરૈલમાં બેઠક કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ તમામ મંત્રી અરૈલ VIP ઘાટથી મોટર બોટ દ્વારા સંગમ જશે, જ્યાં સીએમ યોગી સહિત તમામ મંત્રી વિધિવત પૂજા કરશે.
કેબિનેટ બેઠકમાં કેટલાય મહત્વના પ્રસ્તાવ પર ચર્ચા
આજની કેબિનેટ બેઠકમાં કેટલાય મહત્ત્વના પ્રસ્તાવો પર ચર્ચા અને તેને મંજૂરી મળી શકે છે. તેમાં યૂપીના 40 લાખ છાત્રોને ટેબલેટ અને સ્માર્ટફોન આપવાનો પ્રસ્તાવ સૌથી મહત્ત્વનો છે. પ્રયાગરાજ, વારાણસી અને આગરા નગર નિગમ બોડ જાહેર કરવાનો નિર્ણય પણ લઈ શકે છે. જે પાયાની સુવિધા અને શિક્ષણમાં સુધાર મહત્વનું છે. આ ઉપરાંત હાથરસ, બાગપત અને કાસગંજમાં પીપીપી મોડ પર મેડિકલ કોલેજ, આગરામાં નવી આવાસીય પરિયોજના, બલરામપુરમાં સરકારી મેડિકલ કોલેજ અને યૂપી એરોસ્પેસ અને ડિફેન્સ યૂનિટ પ્રોત્સાહન નીતિ પર નિર્ણય લેવાય શકે છે. 7 જિલ્લાને ભેગા કરીને ધાર્મિક સર્કિટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી શકે છે.
આ પણ વાંચો: બિહારના આ દિગ્ગજ નેતાને થયો NDAથી મોહભંગ, કહ્યું-મારે મોદી કેબિનેટ છોડવું પડશે!