મહાકુંભ 2025: વસંત પંચમીના અમૃત સ્નાન પર ખાસ બંદોબસ્ત, VIP પાસ રદ, સીએમ યોગીએ નિરીક્ષણ કર્યું

પ્રયાગરાજ, 2 ફેબ્રુઆરી 2025: આજે એટલે કે રવિવારના દિવસે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. મહાકુંભમાં પણ વસંત પંચમીના અમૃત સ્નાનને લઈને પ્રાશસને પોતાની તૈયારીઓ પુરી કરી લીધી છે. અનુમાન છે કે વસંત પંચમીના અવસર પર મહાકુંભમાં દેશ દુનિયામાંથી આવતા લગભગ 3 કરોડ શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કરશે. મૌની અમાવસ્યાના અવસર પર થયેલી ભાગદોડથી ધડો લેતા પ્રશાસને ટ્રાફિક, સુરક્ષા અને ભીડ મેનેજ કરવાની વ્યવસ્થાને સુધારી છે.
વસંત પંચમીના અવસર પર અમૃત સ્નાન માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. દેશભરમાં આજે ધૂમધામથી વસંત પંચમીનો પર્વ મનાવામાં આવી રહ્યો છે. વસંત પંચમીની તિથિની શરુઆત 2 ફેબ્રુઆરી સવાર 9 વાગ્યાને 14 મિનિટથી થશે. તો વળી આ તિથિનું સમાપન 3 ફેબ્રુઆરી સવાર 6 વાગ્યાને 52 મિનિટ પર હશે. વસંત પંચમીનો પર્વ 2 તારીખે મનાવામાં આવી રહ્યો છે. જો કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાકુંભમાં અમૃત સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. એટલા માટે વસંત પંચમીનું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ થશે.
વસંત પંચમી પહેલા મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું
વસંત પંચમી પહેલા, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અહીંની તૈયારીઓનો તાગ મેળવ્યો. મૌની અમાવસ્યા નિમિત્તે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને, પોલીસે ઘાટો પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. પોલીસ સંગમ નોઝ વિસ્તારમાં કોઈને પણ રોકાવાની મંજૂરી આપી રહી નથી. વસંત પંચમી અંગે, ડીએમ પ્રયાગરાજ રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વસંત પંચમી નિમિત્તે, પ્રયાગરાજમાં 2 અને 3 ફેબ્રુઆરીએ ડાયવર્ઝન યોજના લાગુ કરવામાં આવશે. વાહનોના પ્રવેશ પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ રહેશે નહીં.
VIP પાસ રદ કરાયા
સીએમ યોગીએ વહીવટીતંત્રને વસંત પંચમીના અવસર પર વ્યવસ્થામાં કોઈ ભૂલ ન થાય તે માટે સૂચના આપી છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્રે તમામ પ્રકારના VIP પાસ રદ કરી દીધા છે. ઉપરાંત, ભીડને નિયંત્રિત કરવા માટે, ‘વન વે’ લાગુ કરવામાં આવ્યો છે. રેલવેએ વસંત પંચમી અમૃત સ્નાન માટે ઘણી ખાસ ટ્રેનો ચલાવવાની પણ વ્યવસ્થા કરી છે. મહાકુંભ દરમિયાન ટ્રાફિક સુગમ રહે તે માટે, વહીવટીતંત્ર શહેરની હદની બહારના જિલ્લાઓમાંથી આવતા વાહનોને અટકાવશે.
૨૦ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે!
વસંત પંચમીના અવસરે 20 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે તેવી અપેક્ષા છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે અયોધ્યામાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે. ઉપરાંત, બહારના જિલ્લાઓથી આવતા વાહનોને જિલ્લાની સરહદો પર રોકવામાં આવશે. ભીડને નિયંત્રિત કરવા માટે, ભક્તોને સરયુ ઘાટ, રામ મંદિર અને હનુમાનગઢીમાં સ્નાન કરવા, દર્શન કરવા અને પ્રાર્થના કરવા માટે 5 થી 8 કિલોમીટર ચાલવું પડી રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકા સામે મેક્સિકોનો વળતો પ્રહાર, ટેરિફ લગાવવાની કરી જાહેરાત