મહાકુંભઃ નાગા સાધુ શું ખાય છે? માત્ર કેટલા ઘરની માંગી શકે છે ભિક્ષા, જાણો
પ્રયાગરાજ, તા. 9 જાન્યુઆરી, 2025: પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 13 જાન્યુઆરીથી શરૂ થનારા આ મેળાનું પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે. પહેલા દિવસે સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. નાગા સાધુઓ સૌથી વધુ ઉત્સાહિત હોય છે. સંગમમાં પ્રથમ સ્નાન નાગા સાધુઓ જ કરે છે. આ દિવસે વિવિધ અખાડાના નાગા સાધુઓ સ્નાન કરીને આવે છે. તેને અમૃત સ્નાન અને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે. હજારો નાગા સાધુઓ અહીં ઘોડા પર અને પગપાળા આવે છે. હાથમાં ત્રિશૂળ, શરીર પર ભસ્મ, ધ્વજ અને તલવારો સાથે જ્યારે તેઓ સ્નાન કરવા માટે જાય છે, ત્યારે તેમને જોવા માટે ભીડ એકઠી થાય છે.
નાગા સાધુઓને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. જેમકે નાગા સાધુ કેવી રીતે બને છે? તેઓ ક્યાં રહે છે અને શું ખાય છે? આજે અમે તમને આ નાગા સાધુઓ અંગે આવી જ એક રોચક વાત જણાવીશું.
સાધુઓનું જીવન સરળ હોતું નથી. ઘણી તપશ્ચર્યા પછી તેઓ સાધુ બની જાય છે. તેમના ભોજનની વાત કરીએ તો નાગા સાધુઓનું ભોજન શુદ્ધ, શાકાહારી અને સાત્વિક હોય છે. તેઓ દિવસમાં માત્ર એક જ વાર ખાય છે. તેમના આહારમાં ફળો, શાકભાજી, ડ્રાયફ્રૂટનો સમાવેશ થાય છે. તમને તેમની સાધના દરમિયાન તેઓ માત્ર સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓનું જ સેવન કરે છે. આ સિવાય તેઓ માત્ર ભિક્ષા લઈને જ ખાય છે. નાગા સાધુઓ માત્ર 7 ઘરો સુધી જ ભીખ માંગી શકે છે. જેમાં તેઓ જે મળે છે તે ખાય છે.
આ પણ વાંચોઃ ચંદ્રની આ ભૂલના કારણે પૃથ્વી પર ભરાય છે મહાકુંભ, વાંચો રોચક કહાની