ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમહાકુંભ 2025વીડિયો સ્ટોરી

વિદેશી શ્રદ્ધાળુઓએ મહાકુંભને લઈ શું કહ્યું? જૂઓ વીડિયો

Text To Speech

પ્રયાગરાજ, તા. 14 જાન્યુઆરી, 2025: મહાકુંભ શરૂ થઈ ગયો છે. ભારે ઠંડીની ચિંતા કર્યા વિના દેશના ખૂણે ખૂણેથી લાખો ભક્તો સંગમ પર ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. વિદેશી પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. મહાકુંભ મેળામાં ચારેબાજુ આધ્યાત્મિકતાનો પ્રકાશ અને ધર્મનો પડઘો સંભળાઈ છે. આજે મકરસંક્રાંતિના તહેવાર પર અખાડાઓનું અમૃત સ્નાન લગભગ સાડા નવ કલાક ચાલશે. શિબિરમાંથી બહાર નીકળવામાં અને પાછા આવવામાં 12 કલાકથી વધુ સમય લાગશે.

તમામ અખાડાઓને અમૃત સ્નાન માટે 40-40 મિનિટનો સમય

અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું, તમામ અખાડાઓને અમૃત સ્નાન માટે 40-40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. બધા અખાડાઓ એક પછી એક પવિત્ર ડૂબકી મારશે.

કુંભમેળાના વાઇબ્સનો અનુભવ થઈ રહ્યો છે’

બેલ્જિયમથી આવેલી શ્રદ્ધાળુઓ ઔરોરાએ કહ્યું, અહીં ખૂબ જ શાંતિ છે. ખરેખર કુંભ મેળાના વાઇબ્સને અનુભવી શકીએ છીએ. હું અહીં આવીને ખૂબ ખુશ છું, હું ઊર્જાનો અનુભવ કરી શકું છું.

હું આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરવા આવ્યો છું

જર્મન નાગરિક થોમસે કહ્યું, હું મહાકુંભ મેળામાં ભાગ લેવા આવ્યો છું. મેં હજી ડૂબકી નથી મારી, પણ હું આસ્થાની ડૂબકી લગાવીશ. મને લાગે છે કે પાણી ઠંડુ હશે પણ હું કરીશ. મેળાનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે અને મેળો ખૂબ મોટો છે. હું અહીં આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરવા અને ભારતીય લોકોને મળવા આવ્યો છું.

આજે લગભગ 3-4 કરોડ લોકો પવિત્ર સ્નાન કરશે

આચાર્ય મહામંડલેશ્વર, શ્રી પંચાયતી નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહ્યું, દેવતાઓ માટે પણ શાહી સ્નાન દુર્લભ છે. આજે મકરસંક્રાંતિ રહેશે. દેશના તમામ સંતો આ તારીખની રાહ જુએ છે… ભારતીય પરંપરામાં, આ સ્નાન વિશે ઘણી જિજ્ઞાસા છે.  આજે લગભગ 3-4 કરોડ લોકો પવિત્ર સ્નાન કરશે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓના બની શકશે આયુષ્માન કાર્ડ, કરવું પડશે આ કામ

Back to top button