ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મેરા ભારત મહાન: મહાકુંભમાં આવેલા રશિયા, સ્પેન અને આફ્રિકાના શ્રદ્ધાળુઓ વ્યવસ્થા જોઈ ચોંકી ગયા

પ્રયાગરાજ, 13 જાન્યુઆરી 2025: મહાકુંભ 2025ની શરુઆત થઈ ગઈ છે. સંગમ તટ પર શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને સંન્યાસીઓનું ઘોડાપૂર આવ્યું છે. પોષ પૂર્ણિમાના અવસર પર મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થઈ રહ્યું છે. આ દુર્લભ ખગોળીય સંયોગને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ ચરમ પર છે, જે 144 વર્ષોમાં ફક્ત એક વાર થાય છે.

વિદેશી શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી ખુશી

મહાકુંભમાં સામેલ થવા માટે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. એક રશિયન શ્રદ્ધાળુએ મહાકુંભની દિવ્યતાને જોઈ કહ્યું મેરા ભારત મહાન, અમે પહેલી વાર કુંભ મેળામાં આવ્યા છીએ. અમને અહીં અસલી ભારત જોવા મળ્યું છે. આ પવિત્ર સ્થળની ઊર્જાથી હું ધ્રુજી રહી છું. મને ભારતથી પ્રેમ છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, આ મહાકુંભમાં 15 લાકથી વધારે વિદેશી પર્યટકો પહોંચે તેવી આશા છે. આ શ્રદ્ધાળુઓમાં ભારતની સંસ્કૃતિ અને આસ્થા પ્રત્યે ઊડું સન્માનની લાગણી જોવા મળી રહી છે.

સફાઈ અને વ્યવસ્થાના વખાણ

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનથી આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું કે, અહીંનો માહોલ અદ્ભૂત છે. રસ્તા પર સાફ સફાઈ છે. લોકો ખૂબ જ મિલનસાર છે. અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ અને અહીં આવીને અમને જે અનુભવ મળ્યો, તે અવિસ્મરણીય છે.

તો વળી કુંભમાં આવેલા સ્પેનના શ્રદ્ધાળુએ કહ્યું કે, અમે અહીં કેટલાય દોસ્ત સાથે આવ્યા છીએ. સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલથી. અમે એક આધ્યાત્મિક યાત્રા પર છીએ. મેં પવિત્ર ડુબકી લગાવી અને તેનો ભરપૂર આનંદ લીધો. હું ખુદને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.

ભારતની આસ્થાનું વિશ્વભરમાં સન્માન

મહાકુંભ 2025 ન ફક્ત ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ છે, પણ તે આખી દુનિયાને ભારતની આધ્યાત્મિક શક્તિ અને સંસ્કૃતિની ઝલક દેખાઈ રહી છે. સંગમ પર ઉમટેલી આસ્થાની આ ભીડ ફરી એક વાર મેરા ભારત મહાનની ભાવનાને જીવંત કરી રહી છે.

આ પણ વાંચો: સનાતન ઉત્સવ મહાકુંભ 2025ની શરુઆત, સંગમ પર પહેલી વાર થશે અમૃત સ્નાન, સાધુઓ પર થશે પુષ્પવર્ષા

Back to top button