ભાગદોડ છતાં પણ મૌની અમાવસ્યા પર 7.64 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી
પ્રયાગરાજ, 30 જાન્યુઆરી 2025: મહાકુંભ મેળામાં ભાગદોડ જેવી ઘટના બાદ પણ આખો દિવસ શ્રદ્ધાળુઓની અવરજવર રહી હતી અને સંગમ તટ પર ઘસારો જોવા મળ્યો હતો. મેળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સાંજે આઠ વાગ્યા સુધી 7.64 કરોડ લોકોએ ડુબકી લગાવી હતી.
મેળા પ્રશાસનના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મૌની અમાવસ્યા પર આઠ વાગ્યા સુધી 10 લાખથી વધારે કલ્પવાસીઓ સહિત કૂલ 7.64 કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું. આ દરમ્યાન હેલીકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મેળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં 19.94 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મેળા ક્ષેત્રમાં ચારે દિશામાંથી કરોડોની સંખ્યામાં લોકોનું આવવાનું ચાલું છે અને જિલ્લા પ્રશાસને ભીડ કાબૂમાં કરવા માટે ચંદ્રશેખર આઝાદ પાર્કનો ગેટ પણ ખોલી દીધો છે, જેના કારણે લોકો રસ્તાની જગ્યાએ પાર્કમાં બેસી શકે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મંગળવાર બુધવારની રાતે થયેલી નાસભાગ અંગે મેળા અધિકારી અને ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પત્રકાર પરિષદ યોજી હતી. દરમિયાન, ડીએમ મેલા વિજય કિરણ આનંદ અને ડીઆઈજી મેલા વૈભવ કૃષ્ણાએ શ્રદ્ધાળુઓના મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કરતા કહ્યું કે નાસભાગમાં એક ગુજરાતી યાત્રી સહિત 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આ દરમિયાન 36 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુરૂની સીધી ચાલથી ત્રણ રાશિ બનશે ધનવાનઃ ચાર ફેબ્રુઆરીએ અદ્ભૂત યોગ