ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલબિઝનેસમહાકુંભ 2025

ધર્મનું કામ: અદાણી ગ્રુપ અને ઈસ્કૉન મહાકુંભમાં મહાપ્રસાદ શરુ કરશે, 50 લાખ ભક્તોને ભોજન આપશે

પ્રયાગરાજ, 10 જાન્યુઆરી 2025: અદાણી ગ્રુપ અને ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન)એ પ્રયાગરાજમાં મહાકંભ મેળો 2025માં શ્રદ્ધાળુઓને ભોજન પિરસવા માટે હાથ મિલાવ્યો છે. બંને સંસ્થાઓ તરફથી આ મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળા દરમ્યાન આ પ્રસાદી આપવામાં આવશે. ગત ગુરુવારે આ પહેલ માટે ઈસ્કોનને ધન્યવાદ આપવા, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ઈસ્કોન ગવર્નિંગ બોડી કમીશનના અધ્યક્ષ ગુરુ પ્રસાદ સ્વામી સાથે મુલાકાત કરી.

અદાણીએ કહ્યું કે, કુંભ સેવા એક પવિત્ર સ્થાન

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મહાપ્રસાદ સેવાની રજૂઆતમાં ઈસ્કોનના સમર્થન વિશે વાત કરતા અદાણીએ કહ્યું કે, કુંભ સેવાનું એક પવિત્ર સ્થાન છે. જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવાના નામ પર જોડાય છે. આ મારુ સૌભાગ્ય છે કે અમે ઈસ્કોનના સહયોગથી મહાકુંભમાં ભક્તો માટે મહાપ્રસાદ સેવા શરુ કરી રહ્યા છીએ. માં અન્નપૂર્ણાના આશીર્વાદથી, લાખો ભક્તોને મફતમાં ભોજન મળશે. આજે અમે ઈસ્કોનના ગુરુ પ્રસાદ સ્વામીજી સાથે મળવાનો અવસર મળ્યો અને મેં સેવા પ્રત્યે સમર્પણની શક્તિનો ઊંડાણથી અનુભવ કર્યો. સાચા અર્થમાં સેવા દેશભક્તિનું સર્વોચ્ચ રુપ છે. સેવા જ ધ્યાન છે, સેવા જ પ્રાર્થના છે અને સેવા જ ઈશ્વર છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

સમાજ સેવાનો એક શાનદાર મોકો

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના પ્રમુખ પ્રચારકોમાંથી એક ગુરુ પ્રસાદ સ્વામીએ કહ્યું કે, અદાણી ગ્રુપ હંમેશાથી કોર્પોરેટ જવાબદારી અને સમાજ સેવાનું એક શાનદાર ઉદાહરણ રહ્યું છે. ગૌતમ અદાણીજીને જે વસ્તુ સૌથી અલગ બનાવે છે, તે છે તેમની વિન્રમતા-તેઓ ક્યારેય બોલાવાની રાહ જોતા નથી, પણ નિસ્વાર્થથી સેવા કરવા માટે આગળ આવે છે. અમે તેમના યોગદાન માટે ખૂબ જ આભારી છીએ. તેમનું કામ અમને સમાજને કંઈક આપવા અને માનવતાની સેવામાં એકજૂટ થવા માટે પ્રેરણા આપે છે.

મહાકુંભમાં 40 જગ્યા પર વિતરિત થશે ભોજન

મહાપ્રસાદ સેવા 50 લાખ ભક્તોને આપવામાં આવશે અને ભોજન મેળા વિસ્તારની અંદર અને બહાર બે રસોઈમાં તૈયાર કરવામાં આવશે. મહાપ્રસાદ મહાકુંભ ક્ષેત્રમાં 40 જગ્યા પર વિતરિત કરવામાં આવશે અને આ પહેલમાં 2500 સ્વયંસેવકો મદદ કરશે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકોવાળી માતાઓ માટે ગોલ્ફ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની વચ્ચે ગીતા સારની પાંચ કોપી પણ વિતરિત કરવામાં આવશે.

આ પણ વાંચો: પૈસાની તંગીથી પરેશાન? આ મંદિરમાં દર્શન કરીને પૂરી થશે મનોકામના

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button