‘મહાદેવ’ ફેમ ‘મોહિત રૈના’ લઈ રહ્યો છે છૂટાછેડા ? પત્ની સાથેની તમામ પોસ્ટ કરી ડિલીટ


સીરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ‘, તેમજ ઉરી અને શિદ્દત જેવી ફિલ્મોમાં મહત્વાના પાત્રો ભજવનાર અભિનેતા મોહિત રૈનાએ આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2022માં જ પોતાના લગ્નની જાહેરાત કરી હતી. તેણે આ વર્ષની શરુઆતમાં 1લી જાન્યુઆરીના રોજ ગુપચુપ લગ્ન કર્યા પછી, મોહિતે તેની પત્ની સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેમના ચાહકોને પણ આ જોડી ખૂબ પસંદ આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે મોહિત રૈનાને તેની પત્ની અદિતિ શર્મા સાથે અણબનાવ છે અને તે બંને અલગ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર મોહિતની કેટલીક હરકતોએ પણ ફેન્સને આ અંગે વિશ્વાસ અપાવ્યો છે.
આ પણ વાંચો : Tom Cruise ની આગામી ફિલ્મના એક્શન સીનનો વીડિયો જોઈ ઉડી જશે તમારા હોશ !

છૂટાછેડાના સમાચાર વચ્ચે મોહિતે કરી આવી પોસ્ટ!
આપને જણાવી દઈએ કે મોહિત રૈનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં તે પહાડોમાં એકલો સમય વિતાવી રહ્યો છે. આ તસવીર સાથે મોહિતે જે કેપ્શન લખ્યુ છે તે જણાવે છે કે એક્ટર પોતાના અંગત જીવનમાં તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. તે લખે છે- ‘लहूं के थे जो रिश्तें उन्हें छोड़ के आ गए, सुकून आंखों के सामने था मुंह मोड़ के आ गए. और खजाने लूट रहे थे मां-बाप की छांव में, हम कोड़ियो के खातिर घर छोड़ के आ गए..’ આ પંક્તિઓ ઝાકિર ખાને લખી છે.
પત્ની સાથેના તમામ પોસ્ટ ડિલીટ કરી
એટલું જ નહીં, મોહિત રૈનાએ ઈન્સ્ટાગ્રામ પરથી તેની ઘણી તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, મોહિતે સોશિયલ મીડિયા પરથી જે પણ ફોટા હટાવ્યા છે તે તમામ તેની પત્ની સાથેના હતા. છૂટાછેડાના સમાચારો, હાર્ટબ્રેક વિશે વાત કરતી કવિતા અને ઈન્સ્ટાગ્રામ પરથી પત્ની સાથે લીધેલી તસવીરો ડિલીટ કરવી… આ બધું એ હકીકત તરફ ઈશારો કરે છે કે મોહિત અને અદિતિ વચ્ચે વાત બરાબર નથી અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.