ગુજરાત

વિધાનસભામાં મહાભારત ! કોંગ્રેસ ધારાસભ્ય સી. જે. ચાવડાએ કહ્યું…

ગુજરાત વિધાનસભાનો સામાન્ય ચર્ચાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આજે વિધાનસભામાં મહાભારત જેવા સંવાદો થયા અને એકબીજા પર કટાક્ષ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાનો કટાક્ષ સાંભળી અધ્યક્ષ હસવા લાગ્યા અધ્યક્ષે કહ્યું આજે અર્જુનને વિષાદયોગ નથી થયો, કર્ણને વિષાદયોગ થયો, જેના જવાબમાં સી. જે. ચાવડાએ કહ્યું કર્ણ તો જીતુભાઈ છે પણ તે નથી હાજર એટલે હું ના બોલ્યો.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા બનશે પેપરલેસ, હવે આ એપની મદદથી જ પૂછી શકશે પ્રશ્નો, શું છે હાઇટેક વ્યવસ્થા ?

ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન કટાક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ કરવામાં આવતા હોય છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાનો ત્રીજો દિવસ છે જેમાં મહાભારત જેવા સંવાદો જોવા મળ્યાં હતા. બંને પક્ષો તરફથી વારંવાર કટાક્ષની ભાષામાં ચર્ચાઓ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ ગૃહમાં કટાક્ષ કરીને મહાભારતના વિષાદયોગના પ્રસંગને યાદ કર્યો હતો. તેમણે ગૃહમાં મહાભારતને યાદ કરતાં કહ્યું હતું કે, મહાભારતમાં સામા પક્ષે પોતાના ભાઈઓને જોઈએ અર્જુનને વિષાદયોગ થયો હતો. આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે. મારે કોની સામે લડવું. બધા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ છે.

આ પણ વાંચો : ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર વિપક્ષ વગર અમૃતકાલનું બજેટ રજૂ થશે

બધા મારા જ છે, કોની સામે લડવું

ગુજરાત વિધાનસભાના આજે ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ ગૃહમાં કટાક્ષ કર્યો હતો. પક્ષપલટો કરનારા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓની સ્થિતિ કઈ બોલી શકાય તેવી ન હતી. તેમણે કહ્યું હતું કે, મહાભારતમાં સામા પક્ષે પોતાના ભાઈઓને (પક્ષ પલટો કરના કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યો) જોઈને અર્જુનને વિષાદયોગ થયો હતો. આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે. મારે કોની સામે લડવું. ગૃહમાં મને પણ રાઘવજીભાઇ, કુંવરજીભાઇ, સી કે રાઉલજી, અલ્પેશભાઈ, હાર્દિકભાઈને જોઈએ વિષાદયોગ થાય છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા 4 ઉમેદવારોના હાઈકોર્ટમાં ઘા, જાણો શું છે આક્ષેપ ?

અહી કર્ણ કોણ ?

કોંગ્રેસ ધારાસભ્ય સી. જે. ચાવડાના આ કટાક્ષને લઈને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હસવા લાગ્યા હતાં. પરંતું ગૃહમાં કર્ણ કોણ એ અંગે બંને પક્ષે ખો થઈ હતી. વિષાદ યોગને લઈને સી. જે. ચાવડા અને અધ્યક્ષ વચ્ચે સંવાદ થયો હતો. અધ્યક્ષે સી.જે. ચાવડાને કહ્યું હતું કે, આજે અર્જુનને વિષાદ યોગ નથી થયો કર્ણને વિષાદ યોગ થયો છે. તેમના આ જવાબને લઈને સી જે ચાવડાએ સામે તુરંત જવાબ આપતા કહ્યું હતું કે, કર્ણ તો જીતુભાઈ છે પણ તે હાજર નથી એટલે હું ના બોલ્યો. ગૃહમાં આ ચર્ચામાં બંને પક્ષમાં કર્ણ કોણ તે અંગે અંદરો અંદર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

Back to top button