Maha Kumbh પહોંચ્યા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સંગમમાં 11 ડુબકી લગાવી
પ્રયાગરાજ, 26 જાન્યુઆરી 2025 : હરિદ્વાર દર્શન કર્યા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પ્રયાગરાજ પહોંચ્યા છે. પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે સપા પ્રમુખ અખિલેશ યાદવ એરપોર્ટથી સીધા મેળા વિસ્તારમાં પહોંચ્યા હતા. સંગમ કિનારે પહોંચ્યા પછી, સપા વડાએ પવિત્ર સ્નાન પણ કર્યું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
અખિલેશ યાદવ સ્નાન કર્યા પછી સપાના કેમ્પમાં પણ જઈ શકે છે. આ ઉપરાંત, તે ઘણા સંતો અને મહંતોની પણ મુલાકાત લઈ શકે છે. અગાઉ સપા અધ્યક્ષ 23 જાન્યુઆરીએ મહાકુંભમાં જવાની યોજના બનાવી હતી પરંતુ કોઈ કારણોસર તે કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે મહાકુંભમાં પહોંચીને તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
प्रयागराज महाकुंभ: समाजवादी पार्टी के प्रमुख अखिलेश यादव ने महाकुंभ में संगम के पवित्र जल में डुबकी लगाई। #Prayagraj #AkhileshYadav #KumbhMela @MahaaKumbh @yadavakhilesh @samajwadiparty pic.twitter.com/D1hfEHTxPQ
— Roshan Kumar Journalist (@cameraman_r) January 26, 2025
હરિદ્વારમાં ગંગામાં સ્નાન કર્યું
ઉલ્લેખનીય છે કે સપા અધ્યક્ષે પહેલા ઉતરયણ પર હરિદ્વારમાં ગંગા સ્નાન કર્યું હતું. તે ત્યાં અંગત મુલાકાતે ગયા હતા. પ્રવાસ પછી, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે- ‘મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર માતા ગંગાના આશીર્વાદ લીધા.’
મહાકુંભની વ્યવસ્થા અંગે સરકાર પર પ્રહાર કર્યાં હતા
સપા અધ્યક્ષે મહાકુંભમાં સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, ભાજપ પણ મહાકુંભમાં જવાને લઈને તેમને ઘેરી રહ્યું છે.
આ પણ વાંચો : પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહની ભવિષ્યવાણી : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં આવશે આ 4 ટીમો
પહેલી વાર કોઈ માણસમાં મશીનવાળું હૃદય ધબક્યું, જાણો ક્યાં થયો ચમત્કાર
શું મોહમ્મદ સિરાજને ડેટ કરી રહી છે આશા ભોસલેની પૌત્રી? 23 વર્ષની સુંદરી સાથે વાયરલ થઈ તસવીર
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ગાબડું, જાણો કેટલું નુકસાન થયું
73 દેશોના રાજદ્વારીઓ મહાકુંભમાં ડુબકી લગાવશે, બડે હનુમાન અને અક્ષયવટના દર્શન પણ કરશે