મહાકુંભમાં માઘ પૂર્ણિમા પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, 70 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/mahakumbh-7.jpg)
પ્રયાગરાજ, 12 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં બુધવાર માઘી પૂર્ણિમાનું સ્નાન છે. તેના કારણે સરકાર અને પ્રશાસન બંનેની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે અને શ્રદ્ધાળુઓની સુવિધાનું ધ્યાન રાખવું એક પડકાર છે. તેનું કારણ એવું પણ છે કે મૌની અમાવસ્યાના સ્નાન પર મહાકુંભમાં મચેલી ભાગદોડે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. તેની સાથે જ મહાકુંભ અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે તકલીફ પણ થઈ રહી છે.
આ જ કારણથી માઘ પૂર્ણિમાના અવસર પર મહાકુંભને નો વ્હીકલ ઝોન બનાવ્યું છે અને અન્ય વ્યવસ્થાઓ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે સવાર 8.30 વાગ્યા સુધીમાં 70 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
માઘી પૂર્ણિમાનું પવિત્ર સ્નાન બુધવાર સવારે શરુ થઈ ગયું છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ભીડ કાબૂમાં કરવી અને સુરક્ષા ઉપાયોની વચ્ચે એકત્રિત થયા છે.
અહીં ઉલ્લેખનિય છે કે માઘી પૂર્ણિમાના સ્નાન સાથે મહિનાભરથી ચાલતા કલ્પવાસ પણ ખતમ થઈ જશે અને લગભગ 10 લાખ કલ્પવાસી મહાકુંભમાં વિદાય લેશે.
આ પણ વાંચો: મહાકુંભમાં ખોવાયેલી પત્ની મળી, રડતા રડતા પ્રપોઝ કર્યું; દિલ જીતી લેશે આ વીડિયો