ટોપ ન્યૂઝવર્લ્ડ

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

Text To Speech

સૌથી મોટો ભૂકંપના તુર્કીમાં આવ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. જેનેતુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે મોટી તબાહી હોવાના સમાચાર આવી રહ્યા છે. તુર્કીની સાથે જ સીરિયામાં પણ આ ભૂકંપની તબાહી થઈ છે. સ્થાનિક સમય અનુસાર, ભૂકંપ સવારે 04:17 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે. આ સિવાય ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાયપ્રસ, લેબેનોન, ઈરાકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પોલીસ અને બચાવ ટીમ બચાવ કાર્યમાં લાગી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે. જો કે, અમે હજી સત્તાવાર રીતે તેમની પુષ્ટિ કરી રહ્યા નથી. લોકો અહીં તહીં ભાગી રહ્યા છે. મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ફરી અવળચંડાઈ! ગરીબી છતાં ભારત વિરુદ્ધ ઘડાયું નવું ષડયંત્ર, કાશ્મીર પર ટૂલકીટનો પર્દાફાશ

મોટા મોટા માઈકોથી એનાઉન્સ થઈ રહ્યું છે કે, લોકો પોતાના ઘર છોડીને ખુલ્લા ઓપન એરિયા તરફ આવી જાય. લોકો અહીં તહીં ભાગી રહ્યા છે. કાટમાળ પડી રહ્યો છે. ભૂકંપ એટલો ભંયકર હતો કે, લોકોને બચવાનો મોકો નથી મળ્યો. રિક્ટર સ્કેલમાં 7થી ઉપર ભૂકંપ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે.

જો કે જ્યારે 7 થી 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને બચવાની તક મળી ન હતી. રિક્ટર સ્કેલ પર 7 થી ઉપરનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

Back to top button