ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ, દિલ્હી-એનસીઆર સુધી અનુભવાઈ અસર

Text To Speech

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : ગુરુવારે દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના કારણે ફરી એકવાર ધરતી ધ્રૂજી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું અને હિંદુકુશ ક્ષેત્રમાં તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી.

પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

આ સિવાય જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારના દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ભાગતા દેખાય છે.

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપને લઈને નિષ્ણાતોએ પહેલેથી જ ચેતવણી આપી છે કે દિલ્હી-એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. પરંતુ,એ ક્યારે આવશે તેની કોઈને જાણ હોતી નથી. દિલ્હી-એનસીઆરની નીચે 100 થી વધુ લાંબા અને ઊંડા ફોલ્ટ છે. આમાંના કેટલાક દિલ્હી-હરિદ્વાર રિજ, દિલ્હી-સરગોધા રિજ અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. તેમજ તેની સાથે બીજા ઘણા સક્રિય ફોલ્ટ પણ જોડાયેલા છે.

ભૂકંપ શા માટે અને કેવી રીતે આવે છે?

તેને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. ઘણી વખત આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને કારણે કેટલીકવાર પ્લેટોના ખૂણાઓ વળી જાય છે અને તેના વધુ દબાણ પડવાથી આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી આવતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે જે ડિસ્ટર્બન્સ થાય છે ત્યારબાદ ભૂકંપ આવે છે.

આ પણ વાંચો : કાશ્મીરમાં નવો ખતરો, બની રહ્યા છે રોક ગ્લેશિયર

Back to top button