ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશઃ ચૂંટણી પહેલા શિવરાજ સિંહ ચૌહાણનો મોટો દાવ, આ ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવ્યા

Text To Speech
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટમાં કર્યા બદલાવ. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતીના ભત્રીજાને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન.

મધ્યપ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેમના કેબિનેટમાં બદલાવ કર્યા છે. શનિવારે સવારે ત્રણ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. બાલાઘાટથી ગૌરીશંકર બિસેન, રીવાથી રાજેન્દ્ર શુક્લા અને ખડગપુરથી રાહુલ લોધીએ રાજભવનમાં શપથ લીધા હતા.

બાલાઘાટ ધારાસભ્ય: ગૌરીશંકર બિસેન

OBCનો મજબૂત ચહેરો ગણાતા મહાકૌશલ હાલમાં પછાત વર્ગ કલ્યાણ આયોગના અધ્યક્ષ છે. ગૌરીશંકર બિસેન બાલાઘાટમાંથી 7મી વખત ભાજપના ધારાસભ્ય ચૂટાયા છે…. 1985, 1990, 1993 અને 2003માં ધારાસભ્ય બન્યા હતા. 1998 અને 2004માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2008 માં વિધાનસભાના સભ્ય બન્યા, અને જાહેર આરોગ્ય ઇજનેરી, સહકાર મંત્રી પણ રહી ચુક્યા છે. 2013 માં વિધાનસભાના સભ્ય બન્યા અને ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

રીવાના ધારાસભ્ય: રાજેન્દ્ર શુક્લા

વિંધ્યમાં બ્રાહ્મણ ચહેરા તરીકે જાણીતા રીવા સીટથી ચાર વખત ધારાસભ્ય બનેલા રાજેન્દ્ર શુક્લા 2003માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને ત્યારથી સતત ચૂંટણી જીતી રહ્યા છે. 2018ની ચૂંટણીમાં ભાજપને વિંધ્યમાં મોટી સફળતા મળી ત્યાર બાદ રીવા જિલ્લાની તમામ આઠ બેઠકો પર પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. શિવરાજ સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે.

ખડગાપુરના ધારાસભ્ય: રાહુલ સિંહ લોધી

રાહુલ સિંહ લોધી રાજકારણમાં એક નવો ચહેરો છે અને પહેલીવાર મંત્રી બન્યા છે. તેઓ પૂર્વ સીએમ ઉમા ભારતીના ભત્રીજા છે. તેઓ ખડગાપુર સીટથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમની પસંદગી પાછળ લોધી મત અને ઉમા ભારતીને મદદ થી રાજકારણમાં નામ બનાવ્યું છે એવું ચર્ચાય છે.

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ હાઈવે અકસ્માત:રોલ્સ રોયસમાં સવાર વેપારી વિકાસ માલુની કાર 200ની ઝડપે ટેન્કર સાથે અથડાઈ

Back to top button