ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશ: ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

  • મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, “તે આદિવાસિયોનું અપમાન કરી છે.”

મધ્યપ્રદેશ ચૂંટણી: મધ્યપ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ ક્રમમાં ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના શહડોલ પહોંચેલા રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેણે કહ્યું, ‘જેનો જેટલો હિસ્સો છે, તેને તેનો હિસ્સો મળવો જોઈએ. પીએમ મોદી આદિવાસીઓની વાત કરે છે પરંતુ તેઓ તેમને દિલથી સન્માન નતી કરતા, જો તેમણે દિલથી સન્માન કર્યું હોત તો તેમણે ચોક્કસપણે જાતિની વસ્તી ગણતરી કરાવ્યો હોત.’

રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારત સરકાર 100 રૂપિયા ખર્ચે છે તો OBC કેટેગરીના અધિકારીઓ માત્ર 5 રૂપિયાનો નિર્ણય લે છે. હવે મને કહો કે ભારત સરકાર 100 રૂપિયા ખર્ચે છે તો આદિવાસી અધિકારીઓ કેટલા નક્કી કરે છે? આદિવાસી અધિકારીઓ 100 રૂપિયામાંથી માત્ર 10 પૈસાનો નિર્ણય લે છે. આદિવાસી સમાજનું આનાથી મોટું અપમાન બીજુ શું હોઈ શકે?

જાતિની વસ્તી ગણતરી કરવાનું વચન:

રાહુલ ગાંધીએ શાહડોલમાં આ ચૂંટણી રેલી દરમિયાન જાતિ સર્વેક્ષણ કરાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે મોદીજી પર એટલું દબાણ કરીશું કે તેમણે જાતિ ગણતરી કરાવવી પડશે. ભાજપના લોકો તેનાથી બચી શકે તેમ નથી. જાતિ સર્વે એ સમાજના એક્સ-રે જેવો છે, તે બતાવશે કે કોણ કેટલું પછાત છે અને તે કેટલી મુશ્કેલીમાં છે.

 

રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે કારણ કે તે ભારતના ભવિષ્ય માટે જરૂરી છે. જાતિ ગણતરી બાદ વિકાસનો નવો માર્ગ ખુલશે. કોંગ્રેસ પાર્ટી આ કામ પૂર્ણ કરાવ્યા પછી જ છોડશે, આ યાદ રાખો. જ્યારે આપણે વચન આપીએ છીએ, ત્યારે આપણે તેને તોડતા નથી. દેશમાં જાતિ ગણતરી થશે અને ભારતના ગરીબોને તેમનો હિસ્સો મળશે.

પીએમ મોદી જાતિ સર્વેક્ષણ કરાવવા માંગતા નથી: રાહુલ ગાંધી

PM મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી પછાત જાતિઓનો વિકાસ નથી ઇચ્છતા, તેથી જ તેઓ જાતિની વસ્તી ગણતરી કરવા માંગતા નથી, પરંતુ આ કામ કોંગ્રેસ પાર્ટી કરીને દેખાડશે. આ કોઈ રાજકીય નિર્ણય નથી, પરંતુ ન્યાયનો નિર્ણય છે.

આ પણ વાચો: રાઘવ ચઢ્ઢાએ દિલ્હી HCમાં અરજી દાખલ કરીને બંગલા અંગે ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

Back to top button