ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશ :પેશાબ કાંડના પીડિતનું મુખ્યમંત્રી નિવાસસ્થાને સન્માન, શિવરાજ ચૌહાણે પીડિતને સુદામા કહી પગ ધોયા

Text To Speech

MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધી કાંડના પીડિત દશમત રાવતને પોતાના ઘરે બોલાવીને તેમના પગ ધોયા હતા.તેમજ પીડિતની માફી પણ માંગી હતી.

પેશાબ કાંડના પીડિતને શિવરાજ સિંહ ચૌહાણે પેશાબ કાંડના પીડિત

મધ્યપ્રદેશમાં સીધીમાં એક આદિવાસી વ્યક્તિ પર નેતાનો પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. જ્યારે મામલો ઉગ્ર બન્યો ત્યારે પોલીસે આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરી હતી. હવે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં મુખ્યમંત્રી આવાસ પર પીડિત દશમત રાવતના પગ ધોયા અને તેમની ખબર પૂછી હતી.

આરોપીને ઘર પર ચલાવ્યું હતુ બુલડોઝર

આ પહેલા બુધવારે સીધી પ્રશાસને પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચલાવીને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ પ્રવેશ શુક્લા પર NSA લાદવાની વાત કરી છે. આ વીડિયો સામે આવ્યાની આગલી રાત્રે જ પોલીસે પ્રવેશ શુક્લાની ધરપકડ કરી હતી. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર શેયર કરી તસવીરો

દશમત રાવત સાથેની પોતાની તસવીરો શેર કરતાં શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું, ‘મારું હૃદય દુઃખી છે; દશમત જી, તમારી પીડા વહેંચવાનો આ એક પ્રયાસ છે, હું પણ તમારી માફી માંગુ છું, મારા માટે જનતા જ ભગવાન છે!’ વીડિયોમાં જોઈ શકાય છે કે શિવરાજ સિંહ ચૌહાણ દશમત રાવતને ખુરશી પર બેસાડીને પગ ધોઈ રહ્યા છે. આ પછી તેમણે દશમતને માળા પહેરાવી અને તેની માફી માંગી.

શિવરાજ સિંહ ચૌહાણે દશમતને ખબર અંતર પૂછ્યા

શિવરાજે દશમતને તેની પરિસ્થિતિ વિશે પૂછ્યું. દશમત રાવતે જણાવ્યું કે તે હાર્ડવેર વર્ક કરે છે. દશમતે એમ પણ જણાવ્યું કે તેના બાળકોને સ્ટાઈપેન્ડ મળે છે. શિવરાજ સિંહ ચૌહાણે દશમતને કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો જણાવજો.

  આ પણ વાંચો : ડિસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 7 સભ્યોએ ઝેર ગટગટાવ્યું

Back to top button