ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્ય પ્રદેશ: સિમેન્ટ ફેક્ટરીમાં સ્લેબ નીચે પડતા મોટી દુર્ઘટના સર્જાઈ, 2 મજૂરોના મૃત્યુ અન્ય કેટલાય ઘાયલ

Text To Speech

પન્ના, 30 જાન્યુઆરી 2025: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની જેકે સિમેન્ટ ફેક્ટરીમાં ભયંકર દુર્ઘટના થઈ છે. જેમાં બે મજૂરોના મૃત્યુ અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. જાણકારી અનુસાર, ફેક્ટરીના એક યૂનિટમાં સ્લેબ પડવાથી નીચે કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં બે મજૂરોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કેટલાય ઘાયલ થયા છે.

આટલી મોટી દુર્ઘટના બાદ સુરક્ષાને જોતા ફેક્ટરીની અંદર પ્રવેશ રોકી દેવામાં આવ્યો છે. પોલીસ અને પ્રશાસન તરફથી ટીમ કાટમાળમાં ફસાયેલા મજૂરોને કાઢવામાં લાગી ગઈ છે.

આ લખાય છે, ત્યાં સુધીમાં બે મજૂરોના મૃત્યુ થવાની જાણકારી સામે આવી છે. તો વળી 50થી વધારે મજૂરો ઘાયલ છે. કેટલાય મજૂરો દબાયેલા હોવાની આશંકા છે. હાલમાં ફેક્ટરી બહાર લોકોની ભીડ છે. ઘટનાસ્થળ પર પ્રશાસન પહોંચી ચુક્યું છે. જેમણે રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધું છે.

આ ઘટના ગુરુવાર સવારની છે. સિમેન્ટ ફેકટરીમાં નિર્માણાધીનવાળો ભાગની છતમાં સ્લેબ નાખવામાં આવી રહ્યો હતો. તેના માટે મોટી સંખ્યામાં મજૂરો બોલાવ્યા હતા. અચાનક આ છત નીચે પડી. કાટમાળમાં કેટલાય મજૂરો ફસાયા, આ ઘટના બાદ મજૂરોની ચિસો સંભળાવા લાગી. તાત્કાલિક કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ છે. સૂચના આપીને એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે. જે મજૂરોને કાટમાળમાંથી કાઢ્યા છે, અને ગંભીર રીતે ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળ પર પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ પહોંચી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાજેતરમાં બે મજૂરોના મૃત્યુ અને 50થી વધારે મજૂરો ઘાયલ છે.

આ પણ વાંચો: મહાકુંભની “હીરોઈન” મોનાલિસાએ કરી દીધી પહેલી હિન્દી ફિલ્મ સાઈન! જાણો વિગતો

Back to top button