ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્ય પ્રદેશ : મામાનો જાદુ ચાલી ગયો, કોંગ્રેસના દાવા ટાંય ટાંય ફિસ

  • વિધાનસભા ચૂંટણીના પરિણામોના અંતિમ તબક્કામાં ભાજપ જીત તરફ અગ્રેસર
  • અંતિમ તબક્કામાં ભાજપ 168, કોંગ્રેસ 61 અને અન્ય પક્ષો 1 બેઠક પર આગળ

ભોપાલ, 3 ડિસેમ્બર : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોના અંતિમ તબક્કામાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. રાજ્યની કેટલીક બેઠકો પર રાજ્ય તેમજ દેશની જનતાની નજર છે. મધ્ય પ્રદેશમાં 230 બેઠકોની મતગણતરીના અંતિમ તબક્કામાં ભાજપ 168, કોંગ્રેસ 61 અને અન્ય પક્ષો 1 બેઠક પર આગળ છે. રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક 77.82 ટકા મતદાન નોંધાયું હતું, જે 2018ની ચૂંટણી કરતાં 2.19 ટકા વધુ છે. જ્યારે 2018ની ચૂંટણીમાં રાજ્યમાં મતદાનની ટકાવારી 75.63 ટકા હતી.

 

 

મધ્યપ્રદેશમાં ચૂંટણી બેઠકોના મુખ્ય ઉમેદવારો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. મધ્ય પ્રદેશમાં જીતવા માટે તમામ પાર્ટીઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશની ચૂંટણીના મુખ્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધણી, કમલનાથે છિન્દ્વારા, નરેન્દ્રસિંહ તોમરે દિમાની, કૈલાશ વિજયવર્ગીય ઈન્દોર, પ્રહલાદસિંહ પટેલ નર્સિંગપુર,રાકેશ સિંહ જબલપુર વેસ્ટ અને તુલસીરામ સિલાવત સાનવર બેઠક પરથી જીત મેળવી છે. જ્યારે ગોવિંદ સિંહ લાહર, ઇમરતી દેવી દાબરા, માયા સિંહ ગ્વાલિયર વેસ્ટ, રીતિ પાઠક સીધી, જીતુ પતવારી રાઉ, ફાગણસિંહ કુલસ્તે નિવાસ અને રામનિવાસ રાવતની વિજયપુર બેઠકો પર મત ગણતરી થઈ રહી છે. તેમજ હાલ મતગણતરીમાં અજય અરુણ સિંહે ચુરહત, જૈવર્ધનસિંહે રાઘોગઢ અને ગોવિંદસિંહ રાજપૂતે સુરખી બેઠક પર લીડ કરી રહ્યા છે.

 

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ચાર રાઉન્ડની મતગણતરી બાદ તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ભારતીથી લગભગ 5400 મતોથી પાછળ છે. કોંગ્રેસના ઉમેદવારને 29571 મત મળ્યા છે. જ્યારે નરોત્તમ મિશ્રાને 24171 મત મળ્યા છે. ભાજપના નરોત્તમ મિશ્રાએ વર્ષ 2018માં દતિયા વિધાનસભા સીટ પર જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીને હરાવ્યા હતા. મિશ્રાને 72209 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 69553 મતથી સંતોષ માનવો પડ્યો હતો.

પક્ષોએ કેટલી બેઠકો પ્રાપ્ત કરી અને કેટલા ટકા મતદાન થયું ?

મધ્યપ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ત્યારે કોંગ્રેસે 114 બેઠકો પર જીત હાંસલ કરીને 40.9 ટકા વોટ મેળવ્યા હતા. જ્યારે ભાજપે 109 બેઠકો પર જીત મેળવીને 41.0 વોટ મેળવ્યા હતા અને BSP અને SP સહિતના અન્ય પક્ષો જેવા કે 7 સીટ પર જીત હાંસલ કરીને 18.1 ટકા વોટ પ્રાપ્ત કર્યા હતા. આ વર્ષની વાત કરવામાં આવે તો મત ગણતરીના અંતિમ તબક્કામાં ભાજપે 168 બેઠકો સાથે 49 ટકા મત મેળવ્યા છે તો કોંગ્રેસે 61 બેઠકો સાથે 40 ટકા અને અન્ય પક્ષે 1 બેઠક સાથે 11 ટકા મત મેળવ્યા છે.

પક્ષોની હાર-જીતના પરિણામો

મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો અંતિમ તબક્કામાં ભાજપની જીત નિશ્ચિત થઈ ચૂકી છે અને કોંગ્રેસે હારનો સામનો કર્યો છે. જ્યારે અન્ય પક્ષ જેમ કે ભારતીય આદિવાસી પાર્ટીએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ અંતે તો ભાજપ જ પોતાની સરકારે બનાવે તેમ જોવા મળી રહ્યું છે.

આ પણ જાણો :છત્તીસગઢમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલશે, કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હારના આરે

Back to top button