ડીસાના ભીલડી પાસે મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીની કારને અકસ્માત : કાર ડમ્પર સાથે અથડાઈ, શિક્ષા મંત્રીનો બચાવ
પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રવાસમાં ફરી રહેલા મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીની કારને ડીસા -ભીલડી હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જોકે શિક્ષણ મંત્રીનો સદનસીબે બચાવ થયો હતો, જ્યારે કારને નુકસાન થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળવા આવેલા મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી સારંગ વિશ્વાસ આજે સાંજના સુમારે ઇનોવા કારમાં કાંકરેજ થી ડીસા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ડીસા ભીલડી નેશનલ હાઈવે પર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી.
અકસ્માત થતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ભીલડી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં શિક્ષણ મંત્રી સારંગ વિશ્વાસ તેમજ તેમની ટીમનો બચાવ થયો હતો. જોકે કારને નુકસાન થયું હતું આ અંગે ભીલડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી : આ દિવસે દીવ અને દમણમાં નહીં મળે દારૂ, તંત્ર દ્વારા કરવામાં આવી જાહેરાત