ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતના આ રાજ્યમાં 7000 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લઈ ભરી શક્યા નહીં, બેન્કે ડિફોલ્ટર જાહેર કર્યા

Text To Speech

ભોપાલ, 20 જાન્યુઆરી 2025: મધ્ય પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવતી લોનવાળા લગભગ 7000 વિદ્યાર્થીઓ ડિફોલ્ટ જાહેર થયા છે. આ ચોંકાવનારો આંકડો 2019-20થી 2023-24ની વચ્ચેનો છે. આ દરમ્યાન 73,504 વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બેન્કમાંથી લોન લીધી હતી. નોકરી ન મેળવી શકવાનું પણ ડિફોલ્ટર થવાનું મુખ્ય કારણ બતાવવામાં આવી રહ્યુ છે. ચિંતાની વાત એ છે કે રાજ્યમાં શિક્ષિત બેરોજગારની સંખ્યા અશિક્ષિત બેરોજગાર કરતા ક્યાંય વધારે છે.

ગંભીર સમસ્યા બની રહી છે બેરોજગારી

મધ્ય પ્રદેશમાં વધતી બેરોજગારી એક ગંભીર સમસ્યા બનતી જાય છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવાનો માટે રોજગારના અવસર ઓછા છે. તેમાં સીધી અસર શિક્ષણ લોન ચુકવવાની તેમની ક્ષમતા પર પડી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં 73, 504 વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બેન્કમાં લોન લીધી હતી. તેમાંથી 7294 વિદ્યાર્થી લોન ચુકવવામાં અસમર્થ રહ્યા અને ડિફોલ્ટર જાહેર થયા.

તો એટલા માટે ડિફોલ્ટર બન્યા

બેન્ક અધિકારીઓએ કહ્યું કે નોકરી ન મળવી એ પણ ડિફોલ્ટર થવાનું એક સૌથી મોટું કારણ છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ યુવાનોને નોકરી મળતી નથી. તેનાથી લોનનો બોઝ વધવા લાગે છે. આ સ્થિતિ તેમના ભવિષ્ય માટે ચિંતાજનક છે.

રિપોર્ટમાં આંકડાનો ખુલાસો થયો

રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષોમાં 395 વિદ્યાર્થીઓએ એક કરોડથી વધારેની એજ્યુકેશન લોન લીધી. આ દર્શાવે છે કે, ઉચ્ચ શિક્ષણ કેટલું મોંઘું થતું જાય છે. જો નોકરી ન મળે તો આ લોન એક મોટો બોઝ બને છે.

એક વિદ્યાર્થીનું અભ્યાસ દરમ્યાન મૃત્યુ થયું

સરકારી આંકડા અનુસાર, 20 નવેમ્બર 2024 સુધી મધ્ય પ્રદેશના રોજગાર પોર્ટલ પર 26,17,945 બેરોજગાર રજીસ્ટર્ડ હતા. છેલ્લા એક વર્ષમાં ખાનગી ક્ષેત્રમાં ફક્ત 58,351 યુવાનોને જ રોજગાર મળ્યો છે. આ આંકડો દર્શાવે છે કે, રોજગાર સર્જનની ગતિ બેરોજગારીના વધતા દરની તુલનામાં ધીમી છે. રિપોર્ટમાં એક દુખદ ઘટના પણ સામે આવી છે. એક છાત્ર અમિત ખાતરકરનું અભ્યાસ દરમ્યાન મૃત્યુ થયું. તેની લોન નવ લાખ 82 હજાર 567 રુપિયા હતી, જે રાજ્ય સરકારે ભરવી પડી.

આ પણ વાંચો: TRAI Sim Rule: 20 રુપિયામાં 4 મહિના સુધી સિમ કાર્ડ એક્ટિવ રહેશે, બંધ થવાનો ડર રહેશે નહીં

Back to top button