ટોપ ન્યૂઝનેશનલ

મધ્યપ્રદેશઃ કાળા હરણના શિકારીઓએ પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું, ASI સહિત ત્રણનાં મોત

Text To Speech

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ પોલીસ કર્મચારીના મોત નિપજ્યા છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગુનાના આરોન વિસ્તારમાં જગંલમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસકર્મીઓ કાળા હરણના શિકાર માટે સર્ચિંગ કરવા ગયા હતા. જ્યાં શિકારીઓએ છુપાઈને તેમના પર ફાયરિંગ કર્યું.

પોલીસ અને શિકારીઓ વચ્ચેની અથડામણમાં ASI અને બે સિપાહીના મોત નિપજ્યા છે, જ્યારે ડ્રાઈવર ઘાયલ છે. હાલ આ અથડામણને લઈને કોઈ અધિકારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. જો કે ચર્ચા એવી છે કે એક શબ પર 12થી 15 ગોળીઓ લાગી છે. અથડામણમાં જે પોલીસકર્મીઓના જીવ ગયા છે, તેમાં ASI રાજકુમાર જાટવ, આરક્ષક નીરજ ભાર્ગવ, આરક્ષક સંતરામ સામેલ છે. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવારે વ્હેલી સવારે 4 વાગ્યાની છે.

પોલીસ અને શિકારીઓ વચ્ચેની અથડામણમાં ASI અને બે સિપાહીના મોત નિપજ્યા છે, જ્યારે ડ્રાઈવર ઘાયલ છે. હાલ આ અથડામણને લઈને કોઈ અધિકારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. જો કે ચર્ચા એવી છે કે એક શબ પર 12થી 15 ગોળીઓ લાગી છે

શિવરાજે બોલાવી ઈમરજન્સી બેઠક
આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ ઈકબાલ સિંહ સામેલ છે. DGP બેઠકમાં વર્ચ્યુઅલી સામેલ થયા. આ ઉપરાંત ADG ઈન્ટેલિજન્સ, પ્રમુખ સચિવ ગૃહ, પ્રમુખ સચિવ મુખ્યમંત્રી સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં. ગુના પ્રશાનના મોટા અધિકારીઓ પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં હાજર રહ્યાં.

Back to top button