ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ભોપાલમાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું કોગ્રેસ છે દેશ વિરોધી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતના ફાયર બ્રાન્ડ નેતા હાર્દિક પટેલ આ દિવસોમાં મધ્યપ્રદેશના પ્રવાસે છે. ગુજરાતની વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું છે કે પાર્ટી દ્વારા તેમને જે પણ કામ આપવામાં આવશે તે પૂર્ણ કરશે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પટેલે કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ સરકારમાં ભૂમિપૂજનના બે વર્ષમાં જ વિકાસના કામોના ઉદ્ઘાટન પણ થયા હતા, જ્યારે કોંગ્રેસની સરકારમાં છ વર્ષ થાય છે.

230 ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલ્યાઃ હાર્દિક પટેલે કહ્યું કે પાર્ટીએ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના 230 ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલ્યા છે. આ ધારાસભ્યો વિસ્તારકની ભૂમિકામાં મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં જશે. તેમણે કહ્યું કે, પ્રદેશ નેતૃત્વ અને ભાજપની ટોચની નેતાગીરીએ અમને લોકો અને સંગઠનોના પદાધિકારીઓને મળવાનું કામ સોંપ્યું છે, આ દરમિયાન અમે એ પણ જોઈશું કે જન કલ્યાણની યોજનાઓ જમીન પર પહોંચી છે કે નહીં અને તે જન કલ્યાણકારી યોજનાઓ આગળ વધશે. 

દેશ વિરોધી વાતોઃ તેમણે કહ્યું કે ચૂંટણી સમયે કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર અને દેશ વિરોધી વાતો કરે છે, તેની પાસે કોઈ ભ્રષ્ટાચારની હકીકત નથી. તમે જોયું જ હશે કે તેમની સરકારમાં 2004માં કોઈપણ કામનો શિલાન્યાસ થયો હતો, પછી 2010માં તેનું ઉદ્ઘાટન થયું હતું, તેમાં છ-છ વર્ષ લાગતા હતા.  ભાજપમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હોય કે વડાપ્રધાન હોય,  જેનું ભુમીપુજન કરવામાં આવે છે તેનું લોકાર્પણ પણ 2 વર્ષની અંદર કરી નાખવામાં આવે છે. તેના ઉદાહરણ તરીકે તમે રેલવે સ્ટેશન અને એરપોર્ટના સ્વરૂપ જોઈ શકો છો. 

Back to top button