નેશનલ

મધ્યપ્રદેશ : ભાજપના સસ્પેન્ડેડ નેતાની ગેરકાયદેસર હોટલ પર કાર્યવાહી, ચાર માળની હોટલને થોડી જ સેંકન્ડમાં કરી ધરાશાયી

Text To Speech

મધ્યપ્રદેશમાં પોલીસે હત્યાના આરોપી ભાજપ નેતા પર મોટી કાર્યવાહી કરી હતી. આ નેતાએ ગેરકાયદે બનાવેલી ચાર માળની હોટેલને ડાયનામાઈટથી થોડી મીનીટોમાં ધરાશાયી કરી નાખી હતી. ભાજપના આ નેતાની હોટલનું બાંધકામ ગેરકાયદેસર જણાતા પ્રશાસને કાર્યવાહી કરી છે.

આરોપીની હોટલ કરાઈ ધરાશાયી

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પોલીસ પ્રશાસને હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા જિલ્લા પ્રશાસને ડાઈનામાઈટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બનેલી ચાર માળની હોટલને થોડી જ સેકન્ડોમાં ધરાસાઈ કરી દીધી હતી. ભાજપ નેતા મિશ્રીચંદ ગુપ્તા અને તેના પરિવારની હોટેલ જયરામ પેલેસ મધ્યપ્રદેશના મકરોનિયા પાસે ચોકમાં આવેલી છે. ભાજપના નેતાની આ ચાર માળની જયરામ પેલેસ નામની હોટેલનું બાંધકામ ગેરકાયદેસર જાહેર કરાતા પ્રશાસનન દ્વારા તેને તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને આ બાંધકામ તોડતી વખતે બેરીકેટ મુકીને વાહનવ્યવહાર બંધ કરાયો હતો. તેમજ હોટેલની આસપાસ રહેનારા લોકોના ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા હતા જેથી કોઈને કોઈ નુકશાન ન પહોંચે.

મધ્યપ્રદેશ હોટલ-humdekhengenews

આ નેતા પર શુ છે આરોપ

આરોપી અને ભાજપ નેતા મિશ્રીચંદ ગુપ્તાએ ચૂંટણીની હરીફાઈમાં 2 ડિસેમ્બરની રાત્રે અપક્ષ ઉમેદવારના કોર્પોરેટર ભત્રીજા જગદીશ યાદવ ઉર્ફે જગ્ગુની જીપ નીચે કચડીને હત્યા કરાઈ હતી. હત્યાના આ મામલામાં આઠ લોકો સામે કેસ નોંધાયો હતો, જેમાંથી પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી મિશ્રીચંદ ગુપ્તા હજુ પણ ફરાર છે.

પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી

આ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં કોઈ અડચણ ના આવો તે માટે કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.જેમાં સાગર જિલ્લાના કલેક્ટર દીપક આર્ય, ડીઆઈજી તરુણ નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર હતા. અને આ બાંધકામને તોડાવી પાડ્યું હતું. આરોપી નેતાની ચાર માળની હોટલમાં 60 ડાયનામાઈટ લગાવવામાં આવ્યા હતા. આજે સવારે તેને બ્લાસ્ટ કરીને થોડી જ સેકન્ડોમાં આ હોટલને જમીનદોસ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : રિલાયન્સ રિટેલની મોટી ડીલ, ગુજરાતની સૌથી જાણીતી અને 100 વર્ષ જૂની બ્રાન્ડમાં હિસ્સો ખરીદશે

Back to top button