ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશમાં 100 કરોડના કૌભાંડી સૌરભ શર્માનું શું છે ગુજરાત કનેકશન?

Text To Speech

ભોપાલ, તા.31 ડિસેમ્બર, 2024ઃ મધ્યપ્રદેશમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલમાંથી રિયલ એસ્ટેટ ડેવલપર બનેલા સૌરભ શર્માની આવકથી વધુ સંપત્તિની તપાસ ચાલી રહી છે. લોકાયુક્તની એફઆઈઆર પછી ઈડીએ સૌરભ શર્માની વિરુદ્ધ મની લોન્ડરિંગ  તપાસ શરુ કરી હતી.

રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂકેલા પરિવહન વિભાગના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા હજુ પણ તપાસ એજન્સીઓની પકડમાંથી બહાર છે. લોકાયુક્તા દ્વારા બે સમન્સ અને આવકવેરા વિભાગ દ્વારા લુકઆઉટ પરિપત્ર જારી કરવામાં આવ્યા હોવા છતાં, તેમનું લોકેશન શોધી શકાયું નથી. પરંતુ આવા લોકો ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યા છે, જેઓ એક સમયે સૌરભ સાથે સંકળાયેલા હતા, પરંતુ પછીથી તેમનાથી દૂર થઈ ગયા. આવા લોકો એજન્સીઓ સાથે તેમની માહિતી શેર કરી રહ્યા છે.

સૌરભ તેના રાજદાર શરદ જયસ્વાલ સાથે ગુજરાત પાસિંગની લકઝુરિયસ કારમાં ભાગી ગયો હતો. આ કાર સૌરભની પ્રિય હતી. કારની નંબર પ્લેટ વીઆઇપી હતી. કારનો નંબર જીજે 23 સીબી 0012 છે, પરંતુ તેમાં નંબર પ્લેટ પર માત્ર 12 લખેલા હતા.

સૌરભની હાઈ પ્રોફાઇલ લોકોની વચ્ચે ઉઠ બેસ હતી.. જ્યારે સૌરભ નજીકના સંબંધીના ઘરે જતો, ત્યારે તે તેના ઘરના મુખ્ય દ્વારની સામે કાર પાર્ક કરતો અને મુખ્ય દ્વાર સુધી ચાલતો જતો હતો.

ભરૂચમાં થયું છે કારનું રજિસ્ટ્રેશન

તપાસમાં કારનું રજિસ્ટ્રેશન ભરૂચમાં થયું હોવાનું સામે આવ્યું હતું. તે શરદ જયસ્વાલની કાર હોવાનું બહાર આવ્યું હતું. આ કાર 6.4 વર્ષ જૂની છે. નોંધણી 29મી ઓગસ્ટ 2018ના રોજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સૌરભ પોતાના ખાસ લોકોના નામે વાહનો અને જમીન ખરીદતો હતો. સૌરભ અને શરદ પણ ગુજરાતમાં વેપાર કરતા હોવાના અહેવાલ છે. એજન્સીઓને માહિતી મળી છે કે સૌરભ દેશમાં છે. લોકાયુક્તની કાર્યવાહીના બીજા દિવસે જ તેઓ ભારત પરત ફર્યા હતા. હવે તે પરિવારના સભ્યો દ્વારા આગોતરા જામીન જેવી પ્રક્રિયામાં રોકાયેલા છે.

આ પણ વાંચોઃ મહાકુંભને લઈ પ્રવાસન વિભાગે કરી અનોખી પહેલ, ગાઇડને અપાશે ખાસ ટ્રેનિંગ  

Back to top button