ઇન્ટરનેટ પર છવાઈ માધુરી દિક્ષિતની હમશક્લ, વીડિયો થયો વાયરલ


- માધુરી દીક્ષિતની હમશક્લનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ નક્કી નહી કરી શકો કે માધુરી છે કે તેની હમશક્લ
HD ન્યૂઝ ડેસ્ક, 10 ફેબ્રુઆરી: બોલિવૂડમાં આજે પણ માધુરી દીક્ષિતના અઢળક ચાહકો છે. માધુરીની દરેક સ્ટાઈલના લોકો દિવાના છે. ડાન્સના મામલામાં તેની સાથે કોઈ મેળ ખાતું નથી. તેમની ચાહના એટલી બધી છે કે તેમના જેવા દેખાતા લોકો પણ ઇન્ટરનેટ પર લોકપ્રિય થઈ રહ્યા છે. માધુરી દીક્ષિતની હમશક્લનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને પહેલી નજરે તેને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે, એવું લાગે છે કે આ અસલી માધુરી તો નથી ને. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં, માધુરી જેવી દેખાતી મધુ લાલ અને ગોલ્ડન સાડી પહેરેલી, દુલ્હનની જેમ ઘરેણાં પહેરેલી અને મેક-અપ કરી માધુરી દીક્ષિતના ગીત પર તેના જેવા એક્સપ્રેશન આપતી જોવા મળે છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
વીડિયોમાં દેખાતી મહિલા ખરેખર માધુરી દીક્ષિત જેવી જ દેખાય છે. ‘સાજન-સાજન તેરી દુલ્હન’ ગીત પર માધુરીની હમશક્લ બિલકુલ માધુરી દીક્ષિત જેવી જ લાગી રહી છે. બાજુમાંથી મધુને જોશો તો તમે પણ દંગ રહી જશો. બિલકુલ માધુરી જેવી દેખાતી મધુ તેની મોટી ફેન છે. મધુની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આવા અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
માધુરીના હમશક્લના આ વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, તમે બિલકુલ માધુરી જેવા જ દેખાવ છો. અન્ય એક યુઝરે લખ્યું, એ જ માધુરી છે. જ્યારે એક યુઝરે લખ્યું, તમે કાર્બન કોપી છો. અન્ય એક યુઝરે લખ્યું કે, તે કોયલા ફિલ્મની માધુરી જેવી લાગે છે.
આ પણ વાંચો: અદા શર્મા એરપોર્ટ પર દાદીના “વેશમાં” જોવા મળી, જૂઓ વીડિયો