નોરા અને ટેરેન્સનાં જબરદસ્ત ડાન્સ પર માધુરી દીક્ષિતે વાગાડી સીટી : વિડિયો થયો વાયરલ


નોરા ફતેહી ‘ઝલક દિખલા જા’માં જજની ભૂમિકા ભજવી રહી છે. આગામી એપિસોડની ક્લિપ શેર કરીને, કલર્સ ચેનલે નોરા ફતેહી અને ટેરેન્સ લુઈસના ડાન્સ પરફોર્મન્સની એક નાની ઝલક બતાવી છે. નોરા આગામી એપિસોડ્સમાં ટેરેન્સ સાથે 90ના દાયકાના હિટ ગીત પર જાદુઈ ડાન્સ પરફોર્મન્સ આપતી જોવા મળશે.
આ પણ વાંચો : રણબીર-આલિયા બાદ બોલિવુડનાં આ કપલનાં ઘરે પણ થયો પુત્રીનો જન્મ
મન મોહિત કરી દેશે આ પર્ફોર્મન્સ
આ ખાસ પરફોર્મન્સ જોઈને તમને ચોક્કસથી પરસેવો છૂટી જશે. નોરા ફતેહી અને ટેરેન્સને આ રીતે ડાન્સ કરતા જોઈને માધુરી દીક્ષિત પણ પોતાને સીટી વગાડતા રોકી શકી નહીં. 90ના દાયકાના સ્પેશિયલની આ થીમમાં નોરાનો લુક એકદમ સ્ટાઇલિશ લાગતો હતો સાથે જ તેનું પરફોર્મન્સ પણ જોરદાર હતું. નોરા અને ટેરેન્સ લુઈસે કાજોલ અને સૈફ અલી ખાનની સુપરહિટ ફિલ્મ ‘યે દિલ્લગી’ના રોમેન્ટિક ગીત ‘હોથોં પે બસ’ પર આ થીમમાં સિઝલિંગ પરફોર્મન્સ આપ્યું હતું. આ સિઝલિંગ ડાન્સ પર્ફોર્મન્સને શેર કરતા, કલર્સ ટીવીએ કેપ્શનમાં લખ્યું કે – નોરા અને ટેરેન્સના આ જાદુઈ પરફોર્મન્સથી તમે પણ હિપ્નોટાઈઝ થઈ જશો.
નોરા ફતેહીનો કાતિલ લુક
નોરા ફતેહીના લુકની વાત કરીએ તો આ ડાન્સ પરફોર્મન્સમાં અભિનેત્રીએ પીળા કલરના બેક સ્લિટ ગાઉન પહેર્યા છે. નોરાએ ખુલ્લા વાળ સાથે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો. તો ત્યાં ટેરેન્સ સિક્વન્સ બ્લેઝર સેટ પહેરેલો જોવા મળે છે. 1 કલાક પહેલા રીલીઝ થયેલો આ પ્રોમો લાખો દર્શકો દ્વારા વારંવાર જોવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે નોરા ફતેહીએ ટેરેન્સ સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હોય. નોરા ઘણીવાર ઝલક દિખલા જાના સેટ પર ટેરેન્સ સાથે ડાન્સ કરતી જોવા મળી છે.