ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

હોલીવુડની ફિલ્મ જેવી જ બાઈક ઘરે જુગાડ કરી બનાવી, લોકોને ‘મેન ઇન બ્લેક’ યાદ આવી: VIDEO થયો વાયરલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 29 જૂન : સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર અને અનોખી છે. તમે ક્યારેય અગાઉથી આગાહી કરી શકતા નથી કે અહીં શું જોવા મળશે. જ્યારે પણ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરશો તો કેટલાક VIDEO તમને સામાન્ય લાગશે, પરંતુ તેમાંથી એક-બે વીડિયો એવા જોવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ પછી તેની કોમેન્ટ તમને હસવા પર મજબૂર કરી દેશે. હવે અમે તમારા માટે આવી જ એક પોસ્ટ લાવ્યા છીએ જેમાં ચોંકાવનારો વીડિયો અને હાસ્યજનક કોમેન્ટ છે.

વાયરલ VIDEOમાં શું જોવા મળ્યું?

તમે બધાએ ‘મેન ઇન બ્લેક’ ફિલ્મ કોઈને કોઈ સમયે જોઈ જ હશે. આ ફિલ્મના ત્રીજા ભાગમાં એક અનોખી બાઇક જોવા મળશે. હવે તમારા મગજમાં એ બાઇકની ઇમેજ આવી જ હશે. શું તમે ક્યારેય તમારી આંખો સામે તે બાઇકને રસ્તા પર ચાલતી જોઈ છે? પોતાના મગજનો ઉપયોગ કરીને એક વ્યક્તિએ આ બાઈકની કોપી બનાવી છે. અને તેને રસ્તા પર ચલાવીને પણ બતાવી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અહીં VIDEO જુઓ

આ VIDEOને ઈન્સ્ટાગ્રામ પર jayaalok.sharma નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2 લાખ 72 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ ‘મેન ઇન બ્લેક 3’થી પ્રેરિત છે. અન્ય યુઝરે લખ્યું- શું તમે તેને ‘મેન ઇન બ્લેક’માંથી લાવ્યા છો? ત્રીજા યુઝરે લખ્યું- પાણીમાં ચલાવો, મજા આવશે. ચોથા યુઝરે લખ્યું- જો તે પંચર થઈ જાય તો શું? કેટલાક યુઝર્સ હસતા ઇમોજીસ પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો: આતંકવાદ સામેના યુદ્ધમાં ભારતનું કદ વધ્યું, FATFએ રેગ્યુલર ફોલો-અપવાળા ટોચના 5 દેશોમાં કર્યું સામેલ

Back to top button