ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવીડિયો સ્ટોરી

‘મેડમ, આટલો ટેક્સ કેવી રીતે ભરું?’ દિગ્ગજ રોકાણકારે ગીત ગાઈ નાણામંત્રીને કરી અપીલ! જૂઓ વીડિયો

Text To Speech
  • દિગ્ગજ રોકાણકારનું ટેક્સ ઘટાડવાની અપીલ કરતું ગીત સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે વાયરલ 

નવી દિલ્હી, 03 ઓગસ્ટ: બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારીને બધાને ચોંકાવી દીધા હતા, ત્યાર બાદ શેરબજારમાં ડર જોવા મળ્યો હતો. આ દરમિયાન, દિગ્ગજ રોકાણકારે એક ગીત ગાયું છે અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ટેક્સ ઘટાડવાની અપીલ કરી છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ સંગીત સાથે ગીત ગાયું છે અને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વિજય કેડિયાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે ‘એફએમજી એફએમજી, ઇતના ટેક્સ મેં કૈસે ભરું’ નામનું ગીત શેર કર્યું છે અને કેપિટલ ગેઇન્સ પર ટેક્સ વધારવાના સરકારના નિર્ણયની ઝાટકણી કાઢી છે.

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ આ ગીત તેમની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કર્યું છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ બોમ્બે ફિલ્મનું એક ગીત છે, જેમાં સંગીતકાર એ.આર.રહેમાનનું સંગીત છે અને ગીતો વિજય કેડિયાએ આપ્યા છે.

જૂઓ વીડિયો 

 

 ગીતના માધ્યમથી આપ્યો આ સંદેશ 

વિજય કેડિયાના આ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે. આ ગીત દ્વારા કેડિયાએ કેન્દ્ર સરકારને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, બજાર દ્વારા પૈસા કમાવવા સરળ નથી. પૈસા કમાવવા માટે વ્યક્તિએ વધારે જોખમ લેવું પડે છે, ત્યારબાદ સરકારને ટેક્સ ચૂકવવો પડે છે. આવી સ્થિતિમાં સરકારે ટેક્સ વધારતા પહેલા ધ્યાન આપવાની જરૂર છે.

યુઝર્સે ફની કોમેન્ટ કરી

લોકો વિજય કેડિયાના આ ગીતના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેમના અવાજના વખાણ પણ કર્યા છે. એક યુઝરે તેમની સરખામણી એ.આર.રહેમાન સાથે પણ કરી હતી. જ્યારે કેટલાકે સરકારને આ ગીત પર ધ્યાન આપવા અને ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બજેટમાં નાણામંત્રીએ ઈક્વિટી એન્ડ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં કેપિટલ ગેઈન પર ટેક્સ વધારવાની વાત કરી હતી. સરકારે બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કર્યો હતો.

આ પણ જૂઓ: એવું તે શું પૂછવામાં આવ્યું કે જેને સાંભળીને ભડકી ગઈ તબ્બુ: વારંવાર એક જ પ્રશ્ન

Back to top button